________________
દાન દ્વાચિંશિકા/બ્લોક-પ/૬ કરાવીને તેઓનાં સુધાદિ અલ્પ દુઃખોને દૂર કરવાનો પરિણામ તેવો નથી. તેથી નિશ્ચયથી તે અનુકંપા નથી.
પૂર્વમાં શ્લોક-૨માં કહ્યું કે “આચાર્યની અનુકંપા કરાયે છતે મહાભાગ એવો ગચ્છ પણ અનુકંપા કરાયો” ત્યાં પણ વિવેકી એવા સમ્યગ્દષ્ટિનો એવા આશય હોય છે કે – “આચાર્યને આવી પડેલ આપત્તિને કારણે તેઓ સંયમયોગમાં દઢ યત્ન કરીને સંસારનો ઉચ્છેદ જે રીતે કરી રહ્યા છે, તેમાં આ આપત્તિ વિદ્ગભૂત છે, માટે હું તેમની આપત્તિ દૂર કરું કે જેથી તેઓ સાધના કરીને શીધ્ર સંસારના પારને પામે, અને આ આચાર્ય સ્વસ્થ હશે તો તેમની નિશ્રામાં રહેલ આખો ગચ્છ પ્રતિદિન અભિનવ શ્રુતની પ્રાપ્તિ દ્વારા સંવેગની વૃદ્ધિ કરીને શીધ્ર સંસારના પારને પામશે, અને જો આચાર્ય સ્વસ્થ નહીં હોય તો આ ગચ્છ આ રીતે સંવેગની વૃદ્ધિ કરીને શીધ્ર સંસારનો ઉચ્છેદ કરી શકશે નહીં.” આવા પ્રકારની તે ગચ્છ અને આચાર્ય પ્રત્યે પણ વિવેકવાળી અનુકંપા સમ્યગ્દષ્ટિને વર્તે છે. આવી અનુકંપા પૂર્વમાં વર્ણન કરાયેલ એવા પ્રકારની વિવેકયુક્ત શુભાશયવાળી છે. જ્યારે જે જીવને સમ્યક્ત્વ નથી, તેને તો જેમ કોઈપણ જીવને દુઃખી જોઈને દુઃખ દૂર કરવાનો અધ્યવસાય થાય છે, તેમ “આ આચાર્ય છે, ત્યાગી છે, માટે તેમને આવેલા દુઃખને તો મારે વિશેષરૂપે દૂર કરવું જોઈએ” - તેટલો માત્ર અધ્યવસાય થાય છે. તેથી જેવો વિશેષ પ્રકારનો અધ્યવસાય સમ્યગ્દષ્ટિ કરી શકે છે, તેવો આશય અન્ય કરી શકતા નથી. તેથી કહ્યું કે વેદ્ય-સંવેદ્ય-પદવાળો જીવ આવી અનુકંપાના આશયવાળો હોય છે.
અહીં વિશેષ એ છે કે લોકોના ભૌતિક ઉપકારની ભાવનાથી કરાયેલ દાનશાળામાં જે જીવોનું હિત કરવાનો અધ્યવસાય છે, તે ભૌતિક શુભાશય છે, અને તેવી ભૌતિક અનુકંપા સંસાર સાથે અવિનાભાવી છે; અને કારણિક દાનશાળામાં કે જિનપૂજામાં જે અનુકંપા છે, તે લોકોત્તર અનુકંપા છે, અને નિશ્ચયનય તેને અનુકંપા કહે છે, અને તે અનુકંપા પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા અંતે મોક્ષનું કારણ છે. જ્યારે લૌકિક અનુકંપા તો તુચ્છ સામાન્ય પુણ્ય આપીને સંસારના પરિભ્રમણનું કારણ છે. પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org