________________
છે
દાનહાત્રિશિકા/શ્લોક-પ/૬ પામીને ભવિતવ્યતાના યોગે કોઈ જીવને બીજાધાનાદિ ન પણ થાય અથવા થાય, તોપણ દાનશાળા કરનારનો શુભાશય હતો, અને તે શુભાશય પ્રામાણિક કારણને અવલંબીને પ્રવર્તતો હતો, તેથી તે દાનશાળાની ક્રિયા અનુકંપાનું નિમિત્ત છે. અને જે જીવે લોકો પ્રત્યેની દયામાત્રના પરિણામથી દાનશાળા કરી હોય, અને ભવિતવ્યતાના યોગે તે દાનશાળાના નિમિત્તે કોઈ જીવને સંયમનો પરિણામ થાય, અને સંયમ ગ્રહણ કરીને મોક્ષમાં પણ જાય, તોપણ તે દાનશાળા કરનારનો તેવો શુભાશય નહીં હોવાથી તે દાનશાળા અનુકંપાનું કારણ નથી, પરંતુ ઘણા જીવોની હિંસારૂપ કૃત્ય હોવાથી કર્મબંધનું કારણ છે.
તેન શારીન' પૂર્વમાં સ્થાપન કર્યું કે પુષ્ટાલંબનથી કરાયેલી દાનશાળા પ્રવચનની ઉન્નતિ દ્વારા અનુકંપાનું નિમિત્ત છે. તેનાથી શું ફલિત થાય છે તે જણાવે છે –
અનુકંપાને ઉચિત ફળમાં મુખ્ય હેતુ શુભાશય છે, દાન વળી ગૌણ જ છે.
આશય એ છે કે પુષ્ટાલંબનથી જ્યારે દાનશાળા કરવામાં આવે છે, ત્યારે કરનારનો આશય એ હોય છે કે “આ દાનશાળાના નિમિત્તને પામીને યોગ્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ” અને આવો આશય અનુકંપાદાનના ફળની પ્રાપ્તિનું કારણ છે અર્થાત્ ગાથા-૧માં કહ્યું કે, “અનુકંપાદાન શર્મપ્રવ છે” તે રૂ૫ ફળની પ્રાપ્તિમાં આવો શુભાશય કારણ છે અને તે વખતે કરાતું દાન ગૌણ જ છે.
આનાથી એ ફલિત થયું કે દાનશાળામાં અપાતી દાનની ક્રિયાથી અનુકંપાનું ફળ મળતું નથી, પરંતુ આપનારના હૈયામાં વર્તતો વિવેકપૂર્વકનો પરિણામ અનુકંપાદાનના ફળમાં મુખ્ય કારણ છે અને તે પરિણામ ઉત્પન્ન કરવામાં દાનની ક્રિયા ગૌણ કારણ છે. તેથી એ ઘોતિત થાય કે “દાનની ક્રિયાથી વિશિષ્ટ વિવેકવાળો અનુકંપાનો પરિણામ “ન્દ્રશર્મપ્રહ છે.” આ વચનમાં દાન વિશેષણરૂપ છે તેથી તે ફલ પ્રત્યે ગૌણ હેતુ છે, અને તે દાનની ક્રિયાથી વિશિષ્ટ એવો વિવેકપૂર્વકનો અનુકંપાનો પરિણામ તે વિશેષ્ય છે, તેથી ફલ પ્રત્યે તે મુખ્ય હેતુ છે. આથી ક્વચિત્ અનુકૂળ સંયોગ ન હોય તો દાનની ક્રિયા ન પણ થાય તોપણ તેવા પ્રકારનો શુભાશય વર્તતો હોય તો અનુકંપાદાનનું ફળ મળે છે; અને જો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org