________________
૨૬
દાનતાસિંશિકા/શ્લોક-પ/૬ થાય છે તેની સામે તે દાનશાળાદિ કૃત્યમાં જે આરંભ-સમારંભ થાય છે, તેમાં ઘણા જીવોની હિંસા થાય છે. માટે હૈયામાં લોકોના ઉપકારની ભાવનાથી પણ કરાયેલી દાનશાળામાં અનુકંપાની નિમિત્તતા નથી; કેમ કે ઘણા જીવોના આરંભથી થોડા જીવોને ખાવામાત્રનું ક્ષણિક સુખ પ્રાપ્ત થાય છે. તેથી તે વિવેકપૂર્વકની અનુકંપા નથી. જ્યારે પ્રદેશ રાજા આદિની દાનશાળામાં લોકો આવતા હતા અને તેઓને પણ આહારાદિ વાપરીને તૃપ્તિનો અનુભવ થતો હતો અને ત્યાં પણ ઘણા આરંભ-સમારંભ હતા; આમ છતાં ભગવાનના શાસનની ઉન્નતિનું આ દાનશાળાદિ પ્રબળ નિમિત્ત હતું અને તેવા નિમિત્તને આશ્રયીને તે દાનશાળાનું કૃત્ય હોવાથી તે દાનશાળાના નિમિત્તે જે કોઈ જીવોને બીજાધાનાદિની પ્રાપ્તિ થઈ, અને આ સંસારથી જે કોઈ તરશે, તે સર્વમાં તે દાનશાળા કારણ હતી. તેથી તે દાનશાળામાં જે આરંભ-સમારંભ થયેલ, તેના કરતાં જે જીવો ભગવાનના શાસનને પામીને છકાયના જીવોનું રક્ષણ કરશે, તેનાથી ઘણા અધિક જીવોને અભયદાનની પ્રાપ્તિ થશે. માટે તે દાનશાળાની પ્રવૃત્તિ અનુકંપાનું નિમિત્ત કારણ છે; જ્યારે પુષ્ટાલંબન વિનાની દાનશાળાઓ તેવી ન હોવાથી અનુકંપાનું નિમિત્ત કારણ નથી.
જેમ વીર પરમાત્માએ બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું અને તે વસ્ત્રનો ઉપયોગ તે બ્રાહ્મણે પોતાની આજીવિકામાં કર્યો હતો, છતાં બીજાધાનાદિનું કારણ હોવાથી તે વસ્ત્રદાન અનુકંપાનું કારણ હતું, તેથી ભગવાનની વસ્ત્ર આપવાની ક્રિયા ભગવાન માટે કર્મબંધની પ્રાપ્તિરૂપ અધિકરણ ન બની; અને તેવું કોઈ પુષ્ટાલંબન ન હોય, પરંતુ દુઃખીઓનાં દુઃખ જોઈને સાધુને હૈયામાં અનુકંપા થાય અને તે અનુકંપાથી પ્રેરાઈને પોતાનાં વસ્ત્રો તે દુઃખીઓને આપે તો તે વસ્ત્રોથી જે કાંઈ આરંભ-સમારંભ થાય, તેમાં સાધુનું વસ્ત્રદાન કારણ બને. તેથી તે વસ્ત્રદાનની ક્રિયા સાધુ માટે અધિકરણ બને છે. તેમ નિષ્કારણ કરાયેલી દાનશાળા અધિકરણરૂપ છે, પરંતુ અનુકંપારૂપ નથી; જ્યારે કારણિક દાનશાળા ભગવાનના વસ્ત્રદાનની જેમ અનુકંપારૂપ છે, પણ અધિકરણરૂપ નથી. - અહીં વિશેષ એ છે કે વિવેકી એવા સંપ્રતિ આદિ રાજાઓએ પ્રામાણિક કારણને જોઈને દાનશાળાઓ કરી અને તે રીતે અન્ય કોઈ પણ વિવેકી જીવ પ્રામાણિક કારણને જોઈને દાનશાળા કરે અને તેની દાનશાળાના નિમિત્તને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org