SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૫/૬ ૨૩ જોઈને તેને વિચાર આવે છે કે, “ખાવામાત્રના આશયથી મેં આ સંયમ લીધું તોપણ મને આ લોકો આટલો આદર આપે છે, તો ખરેખર ! આ સંયમ કેટલું મહાન હશે !” આ રીતે સંયમના વિશેષ બોધ વગર પણ ઓઘથી સંયમ પ્રત્યેનો બહુમાનભાવ તેને જૈનશાસનની પ્રાપ્તિનું કારણ બન્યો; તેમ શ્રાવકની ઉર્જિત આચારવાળી પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે વિશેષ બોધ વગરના પણ યોગ્ય જીવોને બહુમાનભાવ થાય છે અને તેનાથી બીજાધાન થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે ઉચિત સ્થાને વિવેકપૂર્વકની કરાયેલી જિનપૂજા અનુકંપાની નિમિત્તતાને ઓળંગતી નથી. અવતરણિકા : नन्वेवं कारणिकदानशालादिकर्मणोऽप्युच्छेदापत्तिरित्यत आह અવતરણિકાર્ય : ‘નનુ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે=પૂર્વગાથામાં પૂર્તનું લક્ષણ કર્યું તેમાં અન્નપ્રદાનના સ્થાનનું ગ્રહણ છે, એ રીતે, કારણિક દાનશાળાદિમાં કર્મના પણ ઉચ્છેદની પ્રાપ્તિ છે, આથી ગ્રંથકાર કહે છે - ભાવાર્થ : શ્લોક-૩માં અનુકંપાનું લક્ષણ કર્યું, તે લક્ષણ પ્રમાણે તો કારણિક દાનશાળામાં અનુકંપા સંગત છે. આમ છતાં શ્લોક-૪માં ઈષ્ટકર્મમાં અને પૂર્તકર્મમાં અનુકંપા નથી, એમ કહ્યું; અને પૂર્તકર્મમાં દાનશાળાનો સમાવેશ છે, તેથી દાનશાળામાં પણ અનુકંપા નથી, એમ જણાય. તેને સામે રાખીને પૂર્વપક્ષીને શંકા થઈ કે આ રીતે તો કારણિક દાનશાળામાં પણ અનુકંપા નથી, તેમ માનવાની આપત્તિ આવશે. તેના સમાધાનરૂપે ગ્રંથકાર બતાવે છે શ્લોક ઃ पुष्टालम्बनमाश्रित्य दानशालादिकर्म यत् । तत्तु प्रवचनोन्नत्या बीजाधानादिभावतः । । ५ । । बहूनामुपकारेण नानुकम्पानिमित्तताम् । अतिक्रामति तेनात्र मुख्यो हेतुः शुभाशयः ।।६॥ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy