________________
૨૦
દાનહાનિંશિકા/શ્લોક-૪ અહિંસાનું કારણ બને છે, અને તેવી લોક ઉપકારાર્થે કરાયેલી સર્વ પ્રવૃત્તિઓમાં અનુકંપા મનાયેલી છે. જેમ પૂર્વશ્લોકમાં બતાવ્યું કે ભગવાનની ભક્તિથી ઘણા જીવોની રક્ષા થાય છે તેથી તેમાં અનુકંપા મનાયેલી છે; પરંતુ જે દાનશાળાની પ્રવૃત્તિ, જે દેવાયતનના નિર્માણની પ્રવૃત્તિ આદિ કૃત્યથી ઘણા જીવોને ઉપકાર થાય તેવું ન હોય ત્યાં અનુકંપા મનાયેલ નથી. એટલું જ નહીં પણ, કદાચ તે પ્રવૃત્તિથી કોઈક જીવને ધર્મનું વલણ થાય તેવું હોય તેવા જિનાયતનની નિર્માણની ક્રિયામાં પણ નિર્માણ કરનારનો એવો આશય ન હોય તો તે જિન
ભવનના નિર્માણની પ્રવૃત્તિમાં અનુકંપા નથી. આ અર્થનો વિચાર કરવા માટે જિજ્ઞાસુએ યોગદષ્ટિસમુચ્ચયગ્રંથ'ના શ્લોક-૧૨૧ અને ૧૨૪નું નિરીક્ષણ કરવું.
જેમ ભગવાનની પૂજામાં અનુષ્ઠાનમાં પૂજા કરનારને અધ્યવસાય હોય છે કે, “મારી પૂજાથી પ્રતિબોધ પામેલા જીવો છકાયના રક્ષણ કરનારા બનો' તેથી તે અધ્યવસાય અનુકંપારૂપ બને; પરંતુ જેઓને જિનમંદિરનિર્માણ વખતે તેવો કોઈ અધ્યવસાય નથી, માત્ર મારે જિનમંદિર બંધાવવું છે એવો અધ્યવસાય છે, અને પોતાના મોભા પ્રમાણે પોતાને આ કૃત્ય કરવું જોઈએ, એટલો અધ્યવસાય છે; તો એ અધ્યવસાયમાં પણ અનુકંપા નથી અને ભક્તિ પણ ન હોઈ શકે, અને એવી જિનભવનનિર્માણની પ્રવૃત્તિ પણ “દેવતાઆયતન શબ્દથી ગ્રહણ થાય છે, માટે ત્યાં અનુકંપા નથી પરંતુ આરંભની પ્રવૃત્તિ છે. ઈષ્ટાપૂર્ત કર્મનું સ્વરૂપ :
અહીં વિશેષ એ છે કે ઈષ્ટને જે સાધે તે ઈષ્ટકર્મ કહેવાય. ગોરો વડે મંત્રસંસ્કાર દ્વારા બ્રાહ્મણોની સમક્ષ વેદિકાની અંદર હિરણ્યાદિ અપાયું તેeગોરો દ્વારા અપાયેલું હિરણ્યાદિ, યજ્ઞ કરાવનાર એવા યજ્ઞના કર્તાના ઈષ્ટને આપનાર છે, એમ વૈદિક વચન કહે છે, તેથી તેને ઈષ્ટકર્મ કહેવાય. તેમ વિવેકીની ભગવાનની પૂજા પણ પૂજકને ઈષ્ટ એવો મોક્ષ અથવા ઈષ્ટ એવી નિર્લેપ દશા અથવા ઈષ્ટ એવી સર્વવિરતિની પ્રાપ્તિ કરાવનાર છે, તેથી ઈષ્ટકર્મ છે. પ્રસ્તુતમાં ઈષ્ટકર્મરૂપ ભગવાનની પૂજામાં ઘણા દુઃખીઓના દુઃખનો ઉદ્ધાર થાય છે અને અલ્પજીવોને પીડા થાય છે, તે વાત શ્લોક-૩માં બતાવી અને તેમાં અનુકંપાનું લક્ષણ સંગત છે, તેમ બતાવેલ છે. અને વૈદિક દર્શનને માન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org