________________
૧૨
દાનહાવિંશિકા/શ્લોક-૨ ટીકાકારના વચન પ્રમાણે આચાર્યાદિમાં ઉત્કૃષ્ટપણાની બુદ્ધિ હણાય નહીં તો અનુકંપા ઉચિત છે, પરંતુ દોષરૂપ નથી. ટીકા :
एतन्नये च सुपात्रदानमपि ग्रहीतृदुःखोद्धारोपायत्वेनेष्यमाणमनुकम्पादानमेव, साक्षात्स्वेष्टोपायत्वेनेष्यमाणं चान्यथेति बोध्यम् ।।२।। ટીકાર્ચ -
તંત્ર ...વાધ્યમ્ આર . આ વયમાં=અષ્ટકવૃત્તિના વચનથી સ્થાપન કર્યું કે અનુકંપાદાન સાધુમાં સંભવે છે એ તયના મતમાં, સુપાત્રદાન પણ ગ્રહણ કરનારના દુઃખના ઉદ્ધારના ઉપાયપણા વડે કરીને ઈચ્છાતું આપનાર દ્વારા ઈચ્છતું, અનુકંપાદાન જ છે; અને સાક્ષાત્ સ્વઈષ્ટ ઉપાયપણારૂપે ઈચ્છાનું એવું દાન=પોતાને ઈષ્ટ એવી જે સુપાત્રદાનથી થતી નિર્જરા તેનો ઉપાય આ સુપાત્રને અપાતું દાન છે તે રૂપે ઈચ્છાનું એવું સુપાત્રમાં અપાતું દાન, અન્યથા છે=પૂર્વમાં કહ્યું કે સુપાત્રને અપાતું દાન પણ અનુકંપા છે તેના કરતાં જુદું છે અર્થાત અનુકંપાદાનથી અવ્ય એવું સુપાત્રદાન છે, એ પ્રમાણે જાણવું. ગરા
‘સુપાત્રતાનમાં' અહીં ‘વ’ થી એ કહેવું છે કે અનુકંપાદાન તો અનુકંપાદાન છે, પરંતુ ગ્રહણ કરનારના દુઃખના ઉદ્ધારના ઉપાયપણા વડે આપનાર દ્વારા ઈચ્છતું તેવા પ્રકારનું સુપાત્રદાન પણ અનુકંપાદાન છે. ભાવાર્થ -
વ્યવહારનય અનુકંપ્ય એવા અસંયતાદિમાં અપાયેલું દાન અનુકંપાદાન કહે છે અને સુપાત્ર એવા સાધુ આદિમાં અપાયેલું દાન સુપાત્રદાન કહે છે; કેમ કે વ્યવહારનય પાત્રના ભેદથી દાનનો વિભાગ કરે છે.
નિશ્ચયનય દાન આપનારના પરિણામના ભેદથી દાનનો ભેદ કરે છે. તેથી સુપાત્રને આવેલા દુઃખને જોઈને તેમના દુઃખને દૂર કરવાનો અધ્યવસાય થાય તો અનુકંપાદાન કહે છે અને સુપાત્રને જોઈને તેમના પ્રત્યે ભક્તિનો અધ્યવસાય થાય તો સુપાત્રદાન કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org