________________
૧૧
દાનદ્વાત્રિંશિકા,બ્લોક-૨
કરવારૂપ વ્યાપાર દ્વારા અતિચાર ઉત્પન્ન કરનાર છે. માટે આ બીજા પક્ષ પ્રમાણે સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ કરવી ઉચિત નથી, એ અર્થ પ્રાપ્ત થાય. તેથી ગ્રંથકારને આ મત ઈષ્ટ નથી, તેથી પ્રથમ પોતાનો મત બતાવ્યા પછી ‘અપરે તુ' થી આ બીજો મત બતાવેલ છે.
ટીકા :
अत एव न चानुकम्पादानं साधुषु न संभवति, “आयरियअणुकंपाए गच्छो अणुकम्पिओ महाभागो" (अष्टकप्रकरण-२७/३ वृत्ति) इति वचनादित्यष्टकवृत्त्यनुसारेणाचार्यादिष्वप्युत्कृष्टत्वधियोऽप्रतिरोधेऽनुकम्पाऽव्याहतेति ।
ટીકાર્ય ઃ
अत एव ઽનુમ્માડવ્યા તેતિ । આથી જ=પ્રથમપક્ષમાં સ્થાપન કર્યું કે સુપાત્રમાં હીનપણાની બુદ્ધિ ન હોય તો સુપાત્રમાં અનુકંપા અતિચાર આપાદક નથી, પરંતુ હીનપણાની બુદ્ધિ હોય તો સુપાત્રમાં કરાયેલું અનુકંપ્યત્વપણું અપ્રમાણિક છે, તેને આશ્રયીને શ્લોકમાં અન્યથાબુદ્ધિ દાતારને અતિચારપ્રસંજક કહેલ છે, માટે શ્લોકના કથનમાં દોષ નથી, આથી જ, “આચાર્યની અનુકંપા કરાયે છતે મહાભાગ્યશાળી એવો ગચ્છ અનુકંપા કરાયો” – એ પ્રકારનું વચન હોવાથી, સાધુમાં અનુકંપાદાન સંભવતું નથી એમ નહીં; એ પ્રમાણે અષ્ટકવૃત્તિના અનુસારથી આચાર્યાદિમાં પણ ઉત્કૃષ્ટ બુદ્ધિના અપ્રતિરોધમાં અનુકંપા અવ્યાહત છે=અનુકંપા સંગત છે. ‘કૃતિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે.
-
.....
‘આવાર્યાતિપિ’ અહીં ‘વિ’ થી ઉપાધ્યાય, સાધુ, સંઘ, શ્રાવકનું ગ્રહણ કરવું અને ‘વિ’ થી એ કહેવું છે કે અનુકંપ્યમાં તો અનુકંપા થાય; પરંતુ આચાર્યાદિમાં પણ અનુકંપા થાય છે.
ભાવાર્થ ઃ
-
અષ્ટકપ્રકરણની ટીકામાં ટીકાકારે કહ્યું છે કે “આચાર્યની અનુકંપા કરાયે છતે મહાભાગ્યવાન એવો ગચ્છ અનુકંપા કરાયો” – એ પ્રકારનું આગમવચન છે, માટે સાધુમાં અનુકંપા ન જ થાય એવો નિયમ નથી. આ પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org