________________
દાન દ્વાચિંશિકા/બ્લોક-૨ એમ અવય છે. તોપણ સ્વઅપેક્ષાએ=અનુકંપક વ્યક્તિની અપેક્ષાએ, હીલપણું હોતે છતે=અનુકંપકની બુદ્ધિમાં અનુકંપ્યનું હીનપણું હોતે છતે, સ્વઈષ્ટ ઉદ્ધાર પ્રતિયોગી દુઃખઆશ્રયત્નરૂપ અનુકંપ્યપણે ત્યાં સુપાત્રમાં, અપ્રામાણિક જ છે. એથી સુપાત્રમાં અનુકંધ્યત્વ બુદ્ધિ અતિચાર આપાદિકા છે, એમ જે ગાથામાં કહ્યું એ દોષરૂપ નથી. * “Hધ્યા' અહીં ‘આ’ થી શ્રાવક અને સમ્યગ્દષ્ટિનું ગ્રહણ કરવું.
‘સંઘતાવી અહીં અસંત’ શબ્દથી સાધુવેશમાં રહેલા પાસત્યાદિ કે અન્યદર્શનના લિંગધારીઓને ગ્રહણ કરવાના છે અને ‘સારિ’ થી ભિખારી આદિ માંગનારાઓને ગ્રહણ કરવા.
‘જ્ઞાનવારિ’ અહીં ”િ થી ઉપસર્ગાદિ થતા હોય તેનું ગ્રહણ કરવું.
‘ચવાડ'િ અહીં સચવાગરિ'=દુષ્કાળ આદિમાં પણ, એમ અર્થ કરવો અને ‘ગરિ' થી ગ્લાનત્યાદિનો સમુચ્ચય છે. ભાવાર્થ :
અનુકંપ્યમાં અનુકંપા અને સુપાત્રમાં ભક્તિ કરવામાં આવે તો સમુચિત ફળને આપનારી થાય; પરંતુ અનુકંપ્ય=અનુકંપાને યોગ્ય, એવા જીવોમાં સુપાત્રબુદ્ધિ અને સુપાત્રમાં અનુકંપ્યબુદ્ધિ અતિચારને પ્રાપ્ત કરાવનારી છે. આશય એ છે કે અસંયત જીવો ભક્તિપાત્ર નથી, પરંતુ અનુકંપાપાત્ર છે. તેથી તેઓમાં સુપાત્રબુદ્ધિ કરવામાં આવે તો વિપરિત બુદ્ધિ હોવાથી સમ્યગ્દષ્ટિ જીવને સમ્યકત્વમાં અતિચાર લાગે. આમ છતાં આદિધાર્મિક જીવો સર્વ સંન્યાસીઓને સુપાત્રબુદ્ધિથી દાન આપે, તેને અતિચારરૂપ અહીં કહેલ નથી, પરંતુ તે ભૂમિકામાં તે દાન તેઓ માટે ઉચિત છે એમ યોગબિંદુમાં કહેલ છે.
સુપાત્રમાં અનુકંપાબુદ્ધિ કોઈક સ્થાનને આશ્રયીને સમ્યક્ત્વના અતિચારને આપાદન કરનાર છે અને કોઈક સ્થાનને આશ્રયીને સમ્યક્ત્વના અતિચારને આપાદન કરનાર નથી. તે આ પ્રમાણે –
કોઈ સાધુ ગ્લાન હોય અથવા તો કોઈ સાધુને ઉપસર્ગાદિ થતા હોય ત્યારે તે સાધુને વર્તતી દુઃખવાળી અવસ્થાને જોઈને હું તેમના દુઃખને દૂર કરું', તેવી બુદ્ધિ થાય તો તે દોષરૂપ નથી; કેમ કે દયાળુ હૈયું કોઈનાં પણ દુઃખ દૂર કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org