SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ દાનતાસિંશિકા/સંકલના ઃ “ત્રિશત્રિશા' ગ્રંથની પ્રથમ “હાનત્રશિરા'ના પદાર્થોની સંકલના : અનંત ઉપકારી, અનંત જ્ઞાની, અનંત કરુણાના ભંડાર શ્રી અરિહંત પરમાત્માઓએ જગતના જીવોના ઉદ્ધાર માટે દાન-શીલ-તપ અને ભાવ : એ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરી. આ ચારે પ્રકારના ધર્મ મોક્ષનું કારણ છે, તેથી પરમ મંગલરૂપ છે. આ ચાર ધર્મોમાં દાનધર્મ પ્રથમ છે અને અન્ય ત્રણ ધર્મો કરતાં દાનધર્મ સુકર છે. વળી દાનધર્મથી ધર્મનો પ્રારંભ થાય છે, તેથી ભગવાને પ્રથમ દાનધર્મ બતાવેલ છે. આ દાનધર્મ બે પ્રકારનો છે :(૧) અનુકંપાદાન (૨) સુપાત્રદાન (૧) અનુકંપાદાન : અનુકંપાદાનમાં અન્ય જીવોનાં દુઃખોને દૂર કરવાનો અધ્યવસાય છે, તેથી તેને હેન્દ્રશર્મઝર્વ અર્થાત્ ઈન્દ્ર સંબંધી સુખને આપનારું કહ્યું છે અને તે અનુકંપાદાન પણ પરંપરાએ મોક્ષનું કારણ છે. જો અનુકંપાદાન મોક્ષનું કારણ ન હોય તો જિનપૂજામાં શ્રાવકને જે પ્રકારની અનુકંપા બતાવી છે, તે પણ મોક્ષનું કારણ નથી તેમ માનવાનો પ્રસંગ આવે. એટલું જ નહીં પણ ભગવાને રંકને દેવદૂષ્ય વસ્ત્રનું જે દાન આપ્યું અને આર્યસુહસ્તિ મહારાજે પણ જે અનુકંપાદાન કર્યું, તે મોક્ષનું કારણ નથી, તેમ માનવાનો પ્રસંગ આવે. વળી દાનને પરમ મંગલ કહ્યું, એ બતાવે છે કે પરમ કલ્યાણનું કારણ દાનધર્મ છે, અને તેના બે ભેદો છે. તેથી જો અનુકંપાદાન મોક્ષનું કારણ ન હોય તો તેને પરમ મંગલ પણ કહી શકાય નહીં. અહીં જે દાનમાં ભાવઅનુકંપા નથી, તે દાનને અનુકંપાદાન તરીકે સ્વીકારેલ નથી; કેમ કે તેવી અનુકંપામાં ઘણા જીવોની હિંસા છે અને અલ્પજીવોને સુખ થાય છે. આથી ઈષ્ટકર્મમાં અને પૂર્તકર્મમાં અનુકંપા નથી, તેમ કહેલ છે; અને પૂર્તકર્મમાં દાનશાળાનો સમાવેશ થાય છે, તેથી દાનશાળામાં પણ અનુકંપા નથી, છતાં કારણિક દાનશાળા ઘણા જીવોને ધર્મની પ્રાપ્તિનું કારણ હોવાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy