SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ - દાનાસિંશિકા/પ્રસ્તાવના હાલમાં પણ ‘દ્વત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથની અન્ય ધાત્રિશિકાઓનું શબ્દશઃ વિવેચન લખાઈ રહ્યું છે, જે અવસરે અવસરે ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત થશે. આ ગ્રંથના પ્રફ સંશોધનના કાર્યમાં મૃતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શાંતિભાઈનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને તેઓએ પણ પોતાને આવા ઉત્તમ ગ્રંથરત્નના સ્વાધ્યાયની અને વાંચનની અમૂલ્ય તક સાંપડી તે બદલ ધન્યતા અને ઉપકૃતતાની લાગણી અનુભવેલા છે. સહાધ્યાયી જ્ઞાનપિપાસુ ૫. પૂ. સા. ચંદનબાળાશ્રીજી મહારાજે ગ્રંથમાં થયેલી અલનાઓ દૂર કરી ગ્રંથને સુબદ્ધ બનાવવા સુંદર સહયોગ આપેલ છે. સાધ્વીજી દૃષ્ટિરત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ગુરુકૃપા, શાસ્ત્રકૃપા અને ગ્રંથકારની કૃપાથી ગ્રંથરચનાનો આ પ્રયાસ સફળ થયો છે. આ ગ્રંથના વિવરણમાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં સર્વજ્ઞકથિત પદાર્થોનું ક્યાંય અવમૂલ્યન ન થઈ જાય તે માટે પૂરો પ્રયત્ન કરેલ હોવા છતાં છદ્મસ્થતાને કારણે કોઈ ત્રુટિ રહી હોય અગર તરણતારણ શ્રી જિનેશ્વરદેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારના આશયવિરુદ્ધ અનાભોગપણે ક્યાંય પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો ત્રિવિધ ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું અને શ્રતવિવેકી જનો તેનું પરિમાર્જન કરે એમ ઈચ્છું છું. પ્રાંતે સ્વઅધ્યાત્મની નિર્મળતા માટે કરાયેલ આ પ્રયાસ સ્વપર ઉપકારક બને અને આ લેખન અનુભવમાં પલટાય કે જેથી હું આત્મગુણોની અનુભૂતિમાં રમણતા કરું, ભવ્ય મુમુક્ષુ સાધકો આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણ-ચિંતન-મનન-નિદિધ્યાસનના બળથી વહેલી તકે પરમ અને ચરમ શાશ્વત વિશ્રાંતિસ્થાનને પામે અને હું પણ બોધિબીજને પ્રાપ્ત કરું એ જ અભ્યર્થના. – “છત્યામસુ સર્વનીષાનામ - ચૈત્ર સુદ-૧, વિ.સં. ૨૦૧૦, તા. ૨૧-૩-૨૦૦૪ ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા. ના શિષ્યા તપસ્વીરના સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ. સા. ના શિષ્યા સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી - પ ક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004661
Book TitleDan Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2004
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy