________________
દાનહાત્રિંશિકા|ન્લોક-૩૧
સ્થાનમાં વિશિષ્ટવિરાધનાનો અભાવ પ્રાપ્ત થાય, જે પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે, તેમ માનવું પડે. તેથી એ પ્રાપ્ત થાય કે શિકારીના હૈયામાં વર્તતો વર્જનાઅભિપ્રાયનો અભાવ તે પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ છે. તેથી આવો કાર્યકારણભાવ કોઈ સ્વીકારી શકે નહીં. ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારે સ્થાપન કર્યું કે “સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને યતમાનની જે વિરાધના છે તે નિર્જરાનું કા૨ણ છે અને ધર્મસાગરજીને વિરાધનાની પ્રવૃત્તિ નિર્જરા પ્રત્યે કારણરૂપે માન્ય નથી. તેથી વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ બતાવવા માટે પ્રયાસ કર્યો. પરંતુ તે ઉચિત નથી, તેમ બતાવીને તેનું ગ્રંથકારે નિરાકરણ કર્યું. હવે નિગમન કરતાં ‘તસ્માત્’ થી કહે છે —
ટીકા –
૧૧૭
तस्माद्वर्जनाभिप्रायस्यैव फलविशेषे निश्चयतो हेतुत्वं, व्यवहारेण च तत्तद्व्यक्तीनां भावानुगतानां निमित्तत्वमिति सांप्रतम् । विपंचितं चेदमन्यत्रेति नेह विस्तरः । । ३१ ।। ટીકાર્થ :
તે કારણથી=પૂર્વમાં ધર્મસાગરજીની યુક્તિનું નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે વિરાધના નિર્જરા પ્રત્યે કારણ છે તે કારણથી, શું ફલિત થયું ? તે બતાવે છે -
-
વર્જનાઅભિપ્રાયનું જ લવિશેષમાં નિશ્ચયથી હેતુપણું છે અને વ્યવહારથી ભાવઅનુગત=વર્જનાઅભિપ્રાયરૂપ ભાવથી અનુગત, તે તે વ્યક્તિઓનું=સાધર્મિકવાત્સલ્યાદિ વિરાધનાની ક્રિયારૂપ તે તે વ્યક્તિઓનું, તિમિત્તપણું છે, એ પ્રમાણે સાંપ્રત છેયુક્ત છે; અને આ=વર્જનાઅભિપ્રાય, નિશ્ચયથી નિર્જરામાં હેતુ છે અને વ્યવહારથી વર્જનાઅભિપ્રાયરૂપ ભાવથી અનુગત વિરાધનારૂપ વ્યક્તિનું નિમિત્તપણું છે, એ અન્યત્ર બતાવ્યું છે. એથી અહીં=ગ્રંથમાં, વિસ્તાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org