________________
૧૧૬
દાનહાનિંશિકા/બ્લોક-૩૧ આશય એ છે કે શક્તિમાં છીપમાં, રજતનું જ્ઞાન=આ ચાંદી છે, એવું જ્ઞાન, એ દુષ્ટ જ્ઞાન છે; અને મધ્યાહ્નકાળ દૂર રહેલી શુક્તિ ઉપર સૂર્યનાં કિરણો પડવાથી જે ચકચકાટ દેખાય છે, તે રૂપ ચાકચિક્ય દોષ છે, અને તે દોષ દુષ્ટજ્ઞાનનો જનક છે, અને ચાકચિક્યરૂપ દોષને કારણે દુષ્ટજ્ઞાન પેદા થયા પછી તે વ્યક્તિ રજતને લેવા માટે તે સ્થાનમાં જાય ત્યારે ત્યાં પહોંચ્યા પછી રજતના બદલે શક્તિને જોઈને બાધજ્ઞાન પેદા થાય છે અર્થાત્ “રૂઢું ન રગતિ =આ રજત નથી, એવું પ્રત્યક્ષથી બાધજ્ઞાન થાય છે, અને તે બાધજ્ઞાન ‘રૂદ્ધ નોંએ જ્ઞાન પ્રત્યે પ્રતિબંધક બને છે. આ પ્રકારના પ્રસિદ્ધ કાર્યકારણભાવવાળા સ્થાનમાં પણ ચાકચિક્યાદિરૂપ દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાનને દુષ્ટજ્ઞાનમાં પ્રતિબંધક માનવાનો પ્રસંગ આવે અર્થાતુ છીપ ઉપર સૂર્યનાં કિરણો પડતાં નથી તે સ્થળમાં છીપને જોઈને “આ છીપ છે” એવું જ્ઞાન થાય છે, ત્યાં ચાકચિક્ય દોષ નથી. તેથી દુષ્ટજ્ઞાન થતું નથી. તેવા સ્થળમાં દુષ્ટજ્ઞાન નહીં થવાનું કારણ ચાકચિક્યરૂપ દોષનો અભાવ છે. ત્યાં પણ દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાન પ્રતિબંધક માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય. વસ્તુતઃ તે સ્થાનમાં ચાકચિક્ય દોષ નહીં હોવાને કારણે દુષ્ટજ્ઞાન થતું નથી. આમ છતાં તેવા સ્થાનમાં શક્તિમાં રજતના બાપનું જ્ઞાન પ્રતિબંધક છે, તેમ કહેવું અનુચિત છે; કેમ કે દુષ્ટજ્ઞાન જ્યારે ન હોય ત્યારે તે દુષ્ટજ્ઞાન પ્રત્યે દોષાભાવવિશિષ્ટબાધજ્ઞાનને પ્રતિબંધક કહેવું, એ પ્રકારનો કાર્યકારણભાવ કોઈ વિચારકને માન્ય નથી. તેથી જેમ દુષ્ટજ્ઞાનમાં દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાન પ્રતિબંધક માની શકાય નહીં, તેમ વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધનાત્વેન વિરાધનાને નિર્જરા પ્રત્યે પ્રતિબંધક માની શકાય નહીં. આમ છતાં પૂર્વપક્ષી કહે કે દોષાભાવવિશિષ્ટબાધત્વેન બાધજ્ઞાનને દુષ્ટજ્ઞાનમાં પ્રતિબંધક અમે સ્વીકારી લઈશું અને તેની જેમ વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધના પણ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે, તેમ માનીશું, તો શું વાંધો છે ? તેથી ગ્રંથકાર કહે છે કે વિશેષ્યાભાવસ્થળમાં અતિપ્રસંગ છે.
જેમ કોઈ શિકારી હરણને મારવા માટે યત્ન કરતો હોય અને તેની પ્રવૃત્તિથી કોઈ હરણની વિરાધના ન થાય ત્યારે તે શિકારીમાં વર્જનાઅભિપ્રાયનો અભાવ વિદ્યમાન છે, આમ છતાં વિરાધનારૂપ વિશેષ્ય અંશ નથી, તેથી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org