________________
દાનદ્વાત્રિંશિકા|શ્લોક-૩૧
૧૧૫
તે સાધર્મિકવાત્સલ્યની વિરાધના વર્જનાઅભિપ્રાયના અભાવથી વિશિષ્ટ નથી. તેથી તે વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે કારણ માનવાથી વર્જનાઅભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવાની આવશ્યકતા રહેતી નથી.
આ પ્રકારે ધર્મસાગરજી કહે તો ગ્રંથકાર કહે છે કે એમ ન કહેવું; કેમ કે વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષણ માનવું અને વિરાધનાને વિશેષ્ય માનવી ? કે વિરાધનાને વિશેષણ માનવી અને વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષ્ય માનવું ? એ બે વિકલ્પોમાં વિનિગમનાનો વિરહ છે. તેથી બંને રીતે પ્રતિબંધક માનવા પડે. તેથી એ પ્રાપ્ત થાય કે નિર્જરા પ્રત્યે પ્રતિબંધક વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધના પણ છે, અને વિરાધનાવિશિષ્ટ વર્જનાઅભિપ્રાયનો અભાવ પણ છે, અને તેમ સ્વીકા૨વાથી વર્જનાઅભિપ્રાયનું પૃથક્ કારણ અકલ્પનાકૃત લાઘવ રહેતું નથી; કેમ કે બંને પ્રતિબંધકાભાવને કારણ માનવાથી બે કારણની કલ્પના થાય જ છે. એટલું જ નહીં પણ આ પ્રકારના બે કારણની કલ્પનામાં ઉપસ્થિતિકૃત ગૌરવ અને શરીરકૃત ગૌરવની પણ પ્રાપ્તિ છે. તે આ રીતે -
વર્જનાઅભિપ્રાયને નિર્જરાનું કારણ માનવામાં આવે અને વિરાધનાને પ્રતિબંધક માનવામાં આવે તો બંનેનાં શરી૨ નાનાં છે અને બંનેની ઉપસ્થિતિ પણ શીઘ્ર થાય છે; કેમ કે વર્જનાઅભિપ્રાયની ઉપસ્થિતિ વર્જનાઅભિપ્રાયત્વેન થાય છે અને વિરાધનાની ઉપસ્થિતિ વિરાધનાત્વન થાય છે. જ્યારે વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનીએ ત્યારે વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધના અને વિરાધનાવિશિષ્ટવર્જનાઅભિપ્રાયનો અભાવ એ રૂપ દીર્ઘ શરીરવાળા બે પ્રતિબંધકો પ્રાપ્ત થાય છે. તેથી શ૨ી૨કૃત ગૌરવની પ્રાપ્તિ છે અને ઉપસ્થિતિમાં પણ વર્જનાઅભિપ્રાય પછી તેનો અભાવ અને તેનાથી વિશિષ્ટવિરાધના, એ રીતે ઉપસ્થિતિ ક૨વામાં પણ ગૌરવની પ્રાપ્તિ છે. તેથી તે રીતે કાર્યકારણભાવ મનાય નહીં. આમ છતાં પૂર્વપક્ષી ધર્મસાગરજી વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનારૂપ પ્રતિબંધક માને તો દોષાભાવવિશિષ્ટબાધરૂપે જ બાધજ્ઞાનનું દુષ્ટ જ્ઞાનમાં પણ પ્રતિબંધકપણું માનવાનો પ્રસંગ આવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org