________________
૧૧૪
દાનતાસિંચિકા/શ્લોક-૩૧ વિશેષણ કરવી અને વર્જનાઅભિપ્રાયના અભાવને વિશેષ કરવું, એ રૂપ વિશેષણ-વિશેષ્યાભાવમાં વિનિગમતાનો વિરહ છે. અન્યથા=વિશેષણવિશેષ્યાભાવમાં વિનિગમતાનો વિરહ હોવા છતાં બંને રીતે કાર્યકારણભાવ
સ્વીકારવામાં આવે તો, દોષાભાવવિશિષ્ટબાધપણાથી જ બાધ જ્ઞાનનો દુષ્ટ જ્ઞાનમાં પ્રતિબંધકપણાનો પ્રસંગ હોવાથી વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટ વિરાધનાપણાથી વિરાધનાનું પ્રતિબંધકપણું માની શકાશે નહીં, એમ અવય છે.
અહીં પૂર્વપક્ષી કહે કે દોષાભાવવિશિષ્ટબાધત્વરૂપે બાધજ્ઞાનનું દુષ્ટ જ્ઞાનમાં પ્રતિબંધકપણું અમે સ્વીકારી લઈશું, તેથી કોઈ દોષ આવશે નહીં. તેથી ગ્રંથકાર બીજો હેતુ કહે છે –
વિશેષ્યના અભાવસ્થળમાં અતિપ્રસંગ હોવાથી વર્જનાઅભિપ્રાયવિશિષ્ટ વિરાધનાને પ્રતિબંધક સ્વીકારીએ તો વિરાધનારૂપ વિશેષ્યના અભાવના સ્થળમાં વર્જનાઅભિપ્રાયના અભાવને નિર્જરા પ્રત્યે પ્રતિબંધકાભાવરૂપે કારણ માનવાનો અતિપ્રસંગ હોવાથી, વર્જનાઅભિપ્રાયઅભાવવિશિષ્ટવિરાધનાપણારૂપે વિરાધનાનું પ્રતિબંધકપણું માની શકાય નહીં, એમ અવય છે. ભાવાર્થ :
વિરાધનાને પ્રતિબંધકાભાવરૂપે કારણ સ્વીકારવા માટે વર્જનાઅભિપ્રાયના અભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિબંધક માનવામાં કોઈ દોષ નથી, ઊલટું વર્જનાનો અભિપ્રાય નિર્જરા પ્રત્યે પૃથક કારણ માનવાની જરૂર રહેતી નથી. તેથી લાઘવ છે, તેમ ધર્મસાગરજી કહે છે.
આશય એ છે કે શ્રાવક સાધર્મિક વાત્સલ્ય કરતા હોય અને તેના સાધર્મિકવાત્સલ્યમાં વર્જનાઅભિપ્રાયનો અભાવ હોય તો તે સાધર્મિક વાત્સલ્યમાં થતી વિરાધના વર્જનાઅભિપ્રાયના અભાવથી વિશિષ્ટ બને છે અને તેવી વિરાધના નિર્જરા પ્રત્યે પ્રતિબંધક છે. તેથી તે સાધર્મિકવાત્સલ્યની પ્રવૃત્તિથી નિર્જરા થાય નહીં. આ પ્રકારનો કાર્યકારણભાવ માનવાથી વર્જનાઅભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવાની જરૂર રહેતી નથી; કેમ કે જ્યારે વર્જનાઅભિપ્રાય વર્તતો હોય ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org