________________
૧૧૮
દાનહાર્નાિશિકા/શ્લોક-૩૨ ભાવાર્થ :
કોઈ શ્રાવક સાધર્મિક વાત્સલ્ય કરતો હોય ત્યારે શાસ્ત્રવિધિ પ્રમાણે કરવાના અધ્યવસાયવાળો હોય, અને “ગુણવાન એવા સાધર્મિકોની ભક્તિ કરીને સંયમની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરાને હું પ્રાપ્ત કરું” – એ પ્રકારની અધ્યાત્મની વિશુદ્ધિયુક્ત હોય અને સાધર્મિકવાત્સલ્યમાં અનાવશ્યક હિંસાના પરિવાર માટે યતનાવાળો હોય એવા શ્રાવકના સાધર્મિક વાત્સલ્યમાં વર્જનાઅભિપ્રાયનો પરિણામ છે, અને તે સાધર્મિક વાત્સલ્યમાં વર્તતો ગુણવાનની ભક્તિના પરિણામથી યુક્ત એવો વર્જનાઅભિપ્રાય સંયમપ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરારૂપ ફલવિશેષમાં નિશ્ચયનયથી હેતુ છે.
તેથી એ ફલિત થયું કે નિશ્ચયનય નિર્જરા પ્રત્યે જીવમાં વર્તતા વર્જનાઅભિપ્રાયને હેતુ કહે છે, બાહ્ય ક્રિયાને નહીં; અને વ્યવહારનય વર્જનાઅભિપ્રાયરૂપ ભાવથી અનુગત એવી સાધર્મિકવાત્સલ્યાદિ તે તે ક્રિયાઓને નિર્જરા પ્રત્યે નિમિત્તકારણ કહે છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યવહારનયથી માત્ર ભાવ નિર્જરા પ્રત્યે કારણ નથી, પરંતુ વર્જના-અભિપ્રાયરૂપ ભાવથી યુક્ત એવી સાધર્મિક વાત્સલ્યાદિની ક્રિયા નિર્જરાનું નિમિત્ત કારણ છે.
અહીં નિમિત્ત કારણ કહેવાથી એ બતાવવું છે કે, નિર્જરા આત્મામાં થાય છે અને ક્રિયા બાહ્યઆચરણા રૂપ છે અને તે વિરાધના સ્વરૂપ છે. આમ છતાં વિશેષ પ્રકારના પરિણામથી યુક્ત એવી આ વિરાધનાની ક્રિયા વિશેષ પ્રકારના જીવના અધ્યવસાયને નિષ્પન્ન કરીને નિર્જરાનું કારણ છે, તેથી બાહ્યવિરાધના નિમિત્ત કારણ છે. તેથી એ ફલિત થાય કે જીવમાં થતી નિર્જરાને અનુકુળ અંતરંગ પરિણતિને પેદા કરવામાં વિરાધનારૂપ બાહ્યક્રિયા નિમિત્ત કારણ છે; કેમ કે તે ક્રિયાના નિમિત્તને પામીને જીવમાં તેવો અધ્યવસાય પ્રગટે છે કે જેથી નિર્જરા થાય છે. માટે વિરાધનાને વ્યવહારનયથી નિર્જરાનું કારણ માનવામાં કોઈ દોષ નથી. રૂપા શ્લોક :
इत्थं दानविधिज्ञाता धीर: पुण्यप्रभावकः । यथाशक्ति ददद्दानं परमानन्दभाग् भवेत् ।।३२ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org