________________
૧૦૬
દાનહાિિશકા/શ્લોક-૩૧ થતી વિરાધના નિર્જરા પ્રતિ પ્રવર્તક કારણ નથી, પણ પ્રતિબંધકાભાવરૂપે કારણ છે; કેમ કે વિરાધનાને નિર્જરાનું પ્રવર્તક કારણ માની શકાય નહીં, આ પ્રકારનો તેમનો આશય છે. જ્યારે ગ્રંથકારને તો એ બતાવવું છે કે જેમ નિર્જરા પ્રત્યે વર્જનાનો અભિપ્રાય કારણ છે, તેમ સાધર્મિકવાત્સલ્યાદિની બાહ્ય ક્રિયા વિરાધનારૂપ હોવા છતાં પણ કારણ છે. સાધર્મિક વાત્સલ્યાદિની પ્રવૃત્તિ તે માત્ર જીવના પરિણામરૂપ નથી, પરંતુ ઉચિત ક્રિયારૂપ પણ છે અને તે સાધર્મિકવાત્સલ્યાદિની ઉચિત ક્રિયા આરંભ-સમારંભ આદિરૂપ છે અને આ આરંભ-સમારંભ વિરાધનારૂપ છે, તોપણ આ વિરાધના સંસારની અન્ય વિરાધના કરતાં જુદા પ્રકારની છે અર્થાત્ જ્ઞાનપૂર્વકની છે, તેથી આ વિરાધના નિર્જરાનું કારણ છે.
અહીં જીવઘાતપરિણામજન્ય વિરાધના એટલે “હું આ જીવને મારું' તેવા પરિણામપૂર્વકની વિરાધના માત્રનો સંગ્રહ નથી; અને તેમ સ્વીકારીએ તો, જે ગૃહસ્થો સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે ત્યારે, “હું આ જીવોને મારું” તેવો કોઈ વિચાર કરતા નથી, પરંતુ કેટલાક ગૃહસ્થો તો તે આરંભસમારંભમાં થતી હિંસા કેમ ઓછી થાય, તેવો યત્ન કરે છે, તેઓની સંસારની ક્રિયાનો વિરાધનામાં સંગ્રહ થાય નહીં. વસ્તુતઃ યતનાપૂર્વકની પણ ગૃહસ્થની સંસારની પ્રવૃત્તિમાં થતી હિંસા વિરાધના છે. તેથી સંસારના ભોગાળે કરાતી આરંભ-સમારંભની પ્રવૃત્તિ જીવઘાતપરિણામજન્ય છે અને ભગવાનના વચનાનુસાર સાધર્મિક વાત્સલ્યાદિમાં થતી વિરાધના જીવઘાતપરિણામઅજન્ય છે; કેમ કે સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના શાસ્ત્રવચનરૂપ જ્ઞાનપૂર્વક છે અને સંસારની આરંભ-સમારંભની પ્રવૃત્તિ મોહપૂર્વકની છે. તેથી મોહપૂર્વકની વિરાધના જીવઘાતપરિણામવાળી છે અને જ્ઞાનપૂર્વકની વિરાધના જીવઘાતપરિણામ વગરની છે. ઉત્થાન :
પૂર્વમાં ધર્મસાગરજીને ગ્રંથકારે દોષ આપ્યો કે જીવઘાતનો પરિણામ પણ પ્રતિબંધકાભાવરૂપે નિર્જરા પ્રત્યે કારણ માનવાનો પ્રસંગ આવશે. તેથી સાધર્મિકવાત્સલ્યાદિમાં થતી વિરાધના પ્રતિબંધકાભાવરૂપે કઈ રીતે કારણ છે ? તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org