________________
૧૦૫
દાનહાનિશિકા/શ્લોક-૩૧ જીવવિરાધનારૂપ વિશિષ્ટનો અભાવ છે અર્થાત્ તેમાં જીવઘાતનો પરિણામ નથી, તેથી વિશેષણાંશનો અભાવ છે અને જીવવિરાધનારૂપ વિશેષ્ય છે. તેથી વિશેષણાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ સાધર્મિક વાત્સલ્યાદિમાં છે.
(૨) વિશેષ્યાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ :
જેમ કોઈ શિકારી શિકાર કરવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે જીવઘાતપરિણામરૂપ વિશેષણ છે અને તે શિકારની પ્રવૃત્તિથી મૃગ મરે નહીં તો જીવવિરાધનારૂપ વિશેષ્યાંશ નથી. તેથી વિશેષ્યાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ આ સ્થાનમાં છે. તેથી આ સ્થાનમાં વિરાધનાનો અભાવ છે અને જીવઘાતનો પરિણામ છે. તેથી તે શિકારીની ક્રિયામાં પ્રતિબંધકાભાવરૂપે વિરાધના નિર્જરાનું કારણ માનવાની આપત્તિ ધર્મસાગરજીને આવે. (૩) વિશેષણ અને વિશેષ્ય ઉભયાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ :કોઈક પ્રવૃત્તિમાં જીવઘાતનો પરિણામ પણ ન હોય અને વિરાધના પણ ન હોય ત્યારે ઉભયાભાવપ્રયુક્તવિશિષ્ટાભાવ છે. જેમ સાધુ યતનાપૂર્વક સ્વાધ્યાયાદિની પ્રવૃત્તિ કરતા હોય તો ત્યાં જીવઘાતનો પરિણામ નથી અને જીવવિરાધના પણ નથી, તેથી તે સ્થાનમાં વિશેષણ અને વિશેષ્ય એ ઉભયના અભાવથી પ્રયુક્ત વિશિષ્ટાભાવ છે.
આ ત્રણ રૂપે પ્રાપ્ત થતા વિશિષ્ટાભાવમાં નં. ૧ અને નં. ૩માં વિશિષ્ટાભાવને કારણે પ્રતિબંધકાભાવરૂપે વિરાધનાને હેતુ માનવામાં તો કોઈ દોષ આવતો નથી, પરંતુ . રમાં વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ હોવાને કારણે જીવઘાતના પરિણામરૂપ વિશેષણ પણ નિર્જરાનું કારણ માનવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સારાંશ -
ધર્મસાગરજીને નિર્જરા પ્રત્યે વર્ષના અભિપ્રાય માન્ય છે. વર્ષના અભિપ્રાય જે સાધક સૂત્રવિધિપૂર્ણ હોય, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત હોય અને યતમાન હોય તેનામાં વર્તતો જે પરિણામ તે વર્ષના અભિપ્રાય છે અર્થાત્ કર્મબંધને અનુકૂળ એવી હિંસાના વર્જનનો પરિણામ છે. આવા વર્જનાના પરિણામથી નિર્જરા થાય છે, પરંતુ સાધર્મિક વાત્સલ્યાદિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org