________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૩૦ ભાવાર્થ :
પૂર્વ ગાથામાં સ્થાપન કર્યું કે સુપાત્રને દાન આપવાથી નિર્જરા થાય અને અસંયમીને દાન આપવાથી કર્મબંધ થાય. આથી દાન આપીને આત્મકલ્યાણ ક૨વાની ઈચ્છાવાળા સાધકે બુદ્ધિથી સ્વયં પાત્રની પરીક્ષા કરવી જોઈએ કે જેથી ‘આ પાત્ર છે’ કે ‘આ અપાત્ર છે’ તેનો પોતાના ક્ષયોપશમને અનુરૂપ યથાર્થ નિર્ણય થાય અને પાત્રમાં ભક્તિ કરીને હિતની પ્રાપ્તિ થાય.
આ પાત્ર ત્રણ પ્રકારનાં છે :
(૧) સાધુના આલયવિહારાદિ ઉચિત આચારોથી ‘આ સાધુ છે' - એવો નિર્ણય થાય છે.
૬૭
(૨) ભગવાનના વચન પ્રત્યેની સ્થિર શ્રદ્ધાપૂર્વક ઉચિત આચારો પાળનારને જોઈને ‘આ શ્રાવક છે' - તેવો નિર્ણય થાય છે.
(૩) જે શ્રાવકના આચારોને પાળતા નથી, આમ છતાં ભગવાનના વચન પ્રત્યેની સ્થિર શ્રદ્ધાવાળા છે, તેવાં લિંગો જોઈને ‘આ સમ્યગ્દષ્ટિ છે’ – એવો નિર્ણય થાય છે.
આ ત્રણ પાત્ર છે અને જે દાન આપનાર આ પાત્રોનો નિર્ણય કરીને દાન આપે છે, તેને ભક્તિનો લાભ મળે છે; અને જે દાન આપનાર તે પ્રકારનો પાત્રાપાત્રનો વિચાર કર્યા વગર દાન આપે છે, તેઓ તે દાન સુપાત્રને આપતા હોય કે અપાત્રને આપતા હોય, પરંતુ અવિચારકતાથી આક્રાંત એવી તેની દાનની પ્રવૃત્તિ હોવાને કારણે હિતનું કારણ બનતી નથી. II૨૯II અવતરણિકા :
પૂર્વમાં કહ્યું કે દાનમાં શૂરવીરે પાત્રની પરીક્ષા કરવી જોઈએ અને તે પાત્ર ત્રણ પ્રકારનાં છે. હવે તે પાત્રની પરીક્ષા કરીને દાન આપવાથી તે દાન મોક્ષનું કારણ કઈ રીતે બને છે ? તે બતાવવા માટે કહે છે .
શ્લોક ઃ
एतेषां दानमेतत्स्थगुणानामनुमोदनात् । औचित्यानतिवृत्त्या च सर्वसम्पत्करं मतम् ||३०||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org