________________
દાનદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬
૮૭
નથી; કેમ કે પૂર્ણ અશુદ્ધ નથી. માટે કોઈ ગૃહસ્થ બીજાદિસંસક્ત એવા અન્નાદિ આપે ત્યારે તે ભિક્ષા આધાકર્મિક નથી, તોપણ અપ્રાસુક અને અનેષણીય છે, અને તેને આશ્રયીને ભગવતી સૂત્રકારે અલ્પકર્મબંધ અને ઘણી નિર્જરા છે, એમ કહેલ છે. પરંતુ આધાકર્મિકને આશ્રયીને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા કહેલ નથી, એમ પૂર્વપક્ષી કહે છે.
અહીં શક્ય પરિત્યાગ એમ કહેવાથી એ કહેવું છે કે જ્યાં અશક્ય પરિત્યાગ હોય એવા જીવાદિસંસક્ત અન્નાદિસ્થળમાં અપ્રાસુક અને અનેષણીય પદની પ્રવૃત્તિ નથી. જેમ સાધુને કોઈ નિર્દોષ ભિક્ષા વહોરાવતું હોય તે વખતે પણ વાતાવરણમાં કોઈ સૂક્ષ્મ ત્રસ જીવ હોય કે વાતાવરણના ભેજને કારણે સચિત્ત પાણી હોય તો તે વહોરાવતી વખતે સાધુની ગ્રહણ કરેલ ભિક્ષામાં ત્રસ જીવો કે સચિત્ત પાણીની પણ પ્રાપ્તિ થાય છે. આમ છતાં તેવા સ્થળે ‘આ અન્ન અપ્રાસુક છે અને આ અન્ન અનેષણીય છે’ તેવો પ્રયોગ થતો નથી; પરંતુ જે બીજ આદિનો પરિહાર થઈ શકે તેમ છે, તેનો પરિહાર કરવામાં ન આવે તો તે અન્નાદિને શાસ્ત્રીય પરિભાષામાં અપ્રાસુક અને અનેષણીય કહેવામાં આવે છે અને તેવા દાનને આશ્રયીને ભગવતીસૂત્રમાં સંયતને અશુદ્ધ દાન વહોરાવનારને અલ્પ કર્મબંધ અને ઘણી નિર્જરા કહેલ છે, પરંતુ આધાકર્મિક દાન આપનારને આશ્રયીને નહીં; કેમ કે આધાકર્મિક અન્ન એકાંતે દુષ્ટ છે. તેથી તે આપનારને પાપબંધ થાય, નિર્જરા નહીં; અને જે દાન આપનાર સુસાધુને થોડા દોષવાળું એવું ઉત્તરગુણઅશુદ્ધ અન્નાદિ આપે છે, તે અન્નાદિ દાનમાં કંઈક અશુદ્ધિ છે અને કંઈક શુદ્ધિ છે, તેથી તે દાન આપનારને અશુદ્ધ અંશને આશ્રયીને કર્મબંધ છે અને શુદ્ધ અંશને આશ્રયીને નિર્જરા છે, તે બતાવવા માટે ભગવતીનું વચન છે. આમ કહીને સુપાત્રદાનની ચતુર્થંગીમાંથી પહેલો ભાંગો એકાંત શુદ્ધ છે અને બીજો ભાંગો ઉત્તરગુણની અશુદ્ધિને આશ્રયીને શુદ્ધાશુદ્ધ છે, એમ બતાવવા માટે બીજા ભાંગામાં ભગવતીસૂત્રના વચનને પૂર્વપક્ષી જોડે છે, જે યુક્ત નથી. તેથી પૂર્વપક્ષીના ઉપર્યુક્ત કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે જેમ કોઈ જૂ(યૂકા)ના પરિભવના ભયથી વસ્ત્રનો ત્યાગ કરે, તેમ પૂર્વપક્ષીની આ ચેષ્ટા છે.
આશય એ છે કે કોઈ વ્યક્તિ વિચારે કે ‘વસ્ત્ર ૫હે૨વાથી જૂ થશે અને મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org