________________
૮૩
દાનહાવિંશિકા/શ્લોક-૨૫ દાન આપીને તરવાનો આશય હોવા છતાં શાસ્ત્ર પ્રત્યે નિરપેક્ષ પરિણામવાળો પણ છે અને સમજવાની સામગ્રી મળે તોપણ શાસ્ત્રાનુસારી કરવાની વૃત્તિ ન થાય તેવા આગ્રહવાળો છે, તેથી અશુભ ગતિનું દીર્ઘ આયુષ્ય બાંધે છે. જેમ લક્ષ્મણ સાધ્વીજી પ્રાયશ્ચિત્ત કરવાના પરિણામવાળા હતા, આમ છતાં માયાના પરિણામના સંશ્લેષવાળો પ્રાયશ્ચિત્તનો પરિણામ સંસારવૃદ્ધિનું કારણ બન્યો; તેમ અભિનિવિષ્ટ એવા અશુદ્ધ દાયકને સાધુની ભક્તિ કરવાનો પરિણામ હોવા છતાં શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરવામાં અનિવર્તિનીય પક્ષપાત હોવાના કારણે અશુભ દીર્ઘ આયુષ્યબંધનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે સ્થાનાંગમાં તો અલ્પઆયુષ્ય કહેતુતા કહી છે. તેથી શુદ્ધ દાયકની અપેક્ષાએ અશુદ્ધ દાયક મુગ્ધને અલ્પ આયુષ્ય ન સ્વીકારીએ, પરંતુ ક્ષુલ્લક ભવરૂપ અલ્પઆયુષ્યવેત્તા સ્વીકારીએ તો શું વાંધો ? તેથી કહે છે – ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતાના સ્વીકારવામાં સૂત્રાતરનો વિરોધ છે.
આશય એ છે કે ભગવતીસૂત્રમાં મુગ્ધદાયકને અલ્પ પાપબંધ અને ઘણી નિર્જરા કહી છે, તેથી જે પ્રવૃત્તિથી ઘણી નિર્જરા થતી હોય તે પ્રવૃત્તિથી ક્ષુલ્લકભવગ્રહણરૂપ આયુષ્યબંધ સંભવે નહીં. તેથી ક્ષુલ્લકભવગ્રહણરૂપ અલ્પતા ભગવતીના કથન સાથે વિરોધી છે, એ પ્રમાણે સ્થાનાંગસૂત્રની વૃત્તિ આદિમાં કહેલ છે.
આનાથી એ ફલિત થયું કે સંયતને અશુદ્ધ દાન આપનાર મુગ્ધ જીવ પણ તેના શુદ્ધ આશયને કારણે શુભ ગતિનું આયુષ્ય બાંધે છે અને શુભ ગતિના આયુષ્યમાં અલ્પ આયુષ્યબંધનું કારણ તેનું અશુદ્ધ દાન છે અને તે અશુદ્ધ દાન આપવા પ્રત્યે બદ્ધ અભિનિવેશવાળા જીવનું અશુદ્ધ દાન દુર્ગતિનું કારણ બને છે; કેમ કે ભગવાનના વચનથી નિરપેક્ષ દાન કરવાનો ક્લિષ્ટ અધ્યવસાય તેને વર્તે છે. રપા અવતરણિકા :
પૂર્વમાં ગ્રંથકારે અધ્યવસાયના ભેદથી સંયતને અશુદ્ધ દાતના ત્રણ વિકલ્પો બતાવ્યા –
(૧) વિવેકવાળો શ્રાવક સંયતને અશુદ્ધ દાન આપે તો એકાંતે નિર્જરાનું કારણ બને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org