________________
૭૯
દાનહાનિંશિકા/બ્લોક-૨૪ ટીકાર્ય :
અથવા પક્ષાન્તરે ..૪ મત માર૪T ‘અથવા પક્ષાંતરમાં છે-ચતુર્ભગીતા બીજા ભાંગામાં અશુદ્ધ દાનથી થતા નિર્જરારૂપ ફળના વિષયમાં પક્ષાંતરને બતાવવા માટે “અથવા' છે. મૃગલાઓને વિષે શિકારીઓની જેમ સાધુઓને યથાકથંચિત્ અલ્લાદિ આપવા વડે શ્રાવકોએ અનુપાવન જ પાછળ દોડવું જ, યુક્ત છે, એ પ્રમાણે પાસસ્થા વડે બતાવેલ શિકારીના દષ્ટાંતથી ભાવિત વાસિત, મુગ્ધ=અગૃહીત દાનશાસ્ત્રના અર્થવાળો ગૃહસ્થ, તસ્વ=તેનું, તત=સંયતને અપાતું અશુદ્ધ દાન, વળી મુગ્ધપણાને કારણે જ સ્વલ્પ પાપબંધ અને ઘણી નિર્જરા માટે છે. પારકા ભાવાર્થ :
અવતરણિકામાં શંકા કરેલ કે પ્રથમ ભાંગાની જેમ જ કારણિક અશુદ્ધ દાનમાં નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થતી હોય તો ભગવતીસૂત્રનું કથન સંગત થશે નહીં. તેના જવાબરૂપે ‘અથવા' થી પક્ષાંતર કહે છે કે અશુદ્ધ દાનમાં અન્ય પણ પક્ષ છે અર્થાત્ વિવેકસંપન્ન દાતા પાત્રવિશેષમાં કે કારણવિશેષમાં અશુદ્ધ દાન આપે તો પ્રથમ ભાંગાની જેમ પૂર્ણ ફળની પ્રાપ્તિ છે, તેના કરતાં મુગ્ધ દાતાની અપેક્ષાએ ફળમાં પક્ષાંતર છે, અને તે પક્ષાંતર =અન્ય પક્ષ જ, ભગવતીમાં બતાવેલ છે. તેથી અવતરણિકામાં જે શંકા કરેલ કે સંયતને અશુદ્ધ દાનમાં કારણે પૂર્ણ ફળ અને નિષ્કારણ દાનમાં અનિષ્ટ ફળ સ્વીકારવાથી ભગવતીના કથનનો વિરોધ છે. તે વિરોધનો પરિહાર આ પક્ષાંતરથી થાય છે. ગાથાનો અર્થ આ પ્રમાણે છે –
જે ગૃહસ્થ દાન આપવાના વિષયને કહેનારા શાસ્ત્રવચનને પરમાર્થથી ગ્રહણ કરી શક્યો નથી, તેવો ગૃહસ્થ મુગ્ધ છે; અને તેવા ગૃહસ્થને કોઈ પાસત્યાનો પરિચય હોય અને તેણે કહ્યું હોય કે “જેમ મૃગલાઓની પાછળ શિકારીઓ દોડે છે, તેમ શ્રાવકોએ સાધુઓની પાછળ દોડવું જોઈએ અને કોઈ પણ રીતે અન્નાદિ વહોરાવીને ભક્તિ કરવી જોઈએ, તે ગૃહસ્થને યુક્ત છે; પરંતુ “સાધુને માટે આ ભિક્ષા શુદ્ધ છે કે સાધુને માટે આ ભિક્ષા અશુદ્ધ છે' તેની વિચારણા શ્રાવકોને કરવાની નથી.” આ પ્રમાણે શિકારીના દૃષ્ટાંતથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org