________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
||||||
રાખીને બેસવું જોઈએ.(૨) ઘરમાં સચેત્ત-અચેત્ત વસ્તુઓને અલગ-અલગ રાખવાની વ્યવસ્થા હોવી જોઈએ. (૩) સચેત્ત વસ્તુઓનું કામ પતી ગયા પછી તેમને યથાસ્થાને મૂકી દેવાની ટેવ હોવી જોઈએ. (૪) કાચા પાણીના છાંટા, લીલી વનસ્પતિશાકભાજીનો કચરો તથા ઠળિયા વગેરેને ઘરમાં નહીં ફેલાવવાની પ્રવૃત્તિ રાખવી જોઈએ. (૫) ધોવણ પાણી વિષે જાણકારી મેળવી તે આપણા ઘરમાં ઉપલબ્ધ રહે તથા અચેત્ત કલ્પનીય પાણીને તરત ન ફેંકી દેવું. તેને યોગ્ય - સૂઝતા સ્થાને ઢાંકીને મૂકી રાખવું. (૬) દિવસે ઘરના દરવાજા ખુલ્લા રાખવાની ટેવ પાડવી જોઈએ. (૭) સાધુ મુનિરાજ ઘરે પધારે ત્યારે સૂઝતા હોઈએ તો, તથા મુનિરાજને ખપ હોય તો પોતાને હાથે વહોરાવવાની ઉત્કૃષ્ટ ભાવના રાખવી જોઈએ. (૮) સાધુજીની ગોચરીના વિધિ - વિધાનની જાણકારી, તેમનો સત્સંગ, ચર્ચા શાસ્ત્ર સ્વાધ્યાયથી નિરંતર વધારતાં રહેવી જોઈએ. (૯) સાધુ મુનિરાજ ગવેષણા કરવા માટે કંઈ પણ પૂછે તો ખોટું ન બોલવું જોઈએ અને તેમની ગવેષણાથી નારાજ પણ ન થવું જોઈએ.
પ્ર. ૧૩. શું સામાયિક, પૌષધમાં હોય તે વ્યક્તિ, સાધુ-સાધ્વીને આહાર-પાણી વગેરે વહોરાવી શકે છે ?
જ. ૧૩, સામાયિક પૌષધવાળી વ્યક્તિ-શ્રાવક સામાયિક, પૌષધમાં ન હોય તેવા શ્રાવક પાસેથી આહારાદિ વસ્તુની માંગણી કરીને, કે આજ્ઞા લઈ પોતાના ઘરેથી કે બીજાને ઘરેથી સાધુઓને વહોરાવી શકે છે. પોતાની પાસે રહેલાં ઉપકરણ, પ્રમાર્જની, વસ્ત્ર, પુસ્તક વગેરે કોઈની આજ્ઞા વિના પણ બીજાને આપી શકે છે.
Jain Education International
૨૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org