________________
||IIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર માIિIIIIIIII જ. ૮. હા, લઈ શકાય છે. કારણ કે સામાયિક પાળીને લેવાથી વચ્ચે
અવ્રત લાગે છે. પરંતુ જ્યાં સુધી સામાયિકનો સમય પૂર્ણ ન થાય ત્યાં સુધી સામાયિકના વિશિષ્ટ નિયમોનું ખાસ ધ્યાન રાખવું.
જેમ કે પગ ફેલાવવા, આડા પડવું વગેરે ન કરવું. પ્ર. ૯. પૌષધમાં સામાયિક કરવી કે નહીં? જ. ૯. આહારયુક્ત દેશ પૌષધમાં સામાયિક લઈ અને મારી શકાય છે. પ્ર. ૧૦. પ્રતિલેખન, પ્રમાર્જન કોને કહે છે? જ. ૧૦. વસ્ત્ર આદિ ઉપયોગમાં આવનાર બધાં ઉપકરણોમાં કોઈ જીવ
છે કે નહીં, તે દ્રષ્ટિએ ઉતાવળથી નહીં પણ ધ્યાનથી કપડાં આદિની પ્રતિલેખના કરવાની હોય છે, નહીં તો અતિચાર લાગે છે. પ્રમાર્જન -જીવ આદિ દેખાય તો તેને કોઈ પણ પ્રકારનું કષ્ટ ન પહોંચે તે રીતે જત્નાપૂર્વક હળવા હાથે પૂંજણી કે રજોહરણથી એકાંત સુરક્ષિત સ્થાને લઈ જઈ છોડી દેવું પ્રમાર્જન કહેવાય છે. રાત્રે તથા દિવસે પ્રકાશરહિતસ્થાને વિધિપૂર્વક પૂજવું આવશ્યક
છે. નહીં પૂજવાથી અતિચાર લાગે છે. પ્ર. ૧૧. પ્રતિલેખન કે પ્રમાર્જન ક્યા ક્રમથી કરવું જોઈએ? જ. ૧૧. પહેલા મુખવસ્ત્રિકા, પછી પૂંજણી, વસ્ત્ર, સંથારિયું,
પૌષધશાળા, પરઠવાની ભૂમિ અને ગોચરીના પાત્ર આદિનું
આ ક્રમથી પ્રતિલેખન કે પ્રમાર્જન કરવું. પ્ર. ૧૨. પૂંજવાથી અને પ્રતિલેખન કર્યા પછી પણ અતિચાર લાગે છે? જ. ૧૨. વિધિથી કે જત્નાપૂર્વક નહીં પૂજવાથી કે પ્રતિલેખન કરવાથી
અતિચાર લાગે છે. પ્ર. ૧૩. પૌષધના કેટલા અતિચાર છે? જ. ૧૩. પૌષધના ૫ અતિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org