________________
'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપII જ. ૪. જેમાં માત્ર પાણી જ વાપરવામાં આવે છે તેને તિવિહાર પૌષધ'
કહે છે અને જેમાં ચાર પ્રકારનો આહાર વાપરવામાં આવે છે
એવા પૌષધને “દયા' કહેવાય છે. પ્ર. ૫. આઠ પ્રહરથી ઓછો પૌષધ કરનારનું અને દયારૂપ પૌષધ
કરનારનું શાસ્ત્રીય ઉદાહરણ આપો. જ. ૫.
જેમ કે – ભગવતીસૂત્ર શતક - ૧૨ ઉદ્દેશક-૧ મા શંખશ્રાવકે આઠ પહોરથી ઓછા સમયનો ઉપવાસ યુક્ત પૌષધ કર્યો હતો. તથા પુષ્કલી આદિ શ્રાવકોએ ખાઈ-પીને પૌષધ કર્યો હતો, જેને
હમણાં દયા કહેવામાં આવે છે. પ્ર. ૬. સામાયિક અને પૌષધ (દેશપૌષધ-દયા)માં શું ફેર છે? જ. ૬. સામાયિક ફક્ત એક મુહૂર્તની (બે ઘડી) હોય છે. જ્યારે પૌષધ
ઓછામાં ઓછોચારપહોરનો હોય છે. સામાયિકમાં નિદ્રા અને આહાર વગેરેનો ત્યાગ કરવો જ પડે છે. જ્યારે પૌષધ ચાર કે તેથી વધુ પ્રહરનો હોવાથી તેમાં આરામ કરી શકાય છે અને આહાર પણ કરી શકાય છે. પૌષધવ્રત, સામાયિકનું વિશિષ્ટ
મોટું રૂપ છે. પ્ર. ૭. સામાયિકમાં કેમ આહાર-પાણીની છૂટ હોતી નથી? જ. ૭. સામાયિક થોડા સમયની હોય છે તેથી તે આ છૂટછાટો વિના
કરવાની હોય છે. જો તેની છૂટ સામાયિકમાં આપવામાં આવે તો સામાયિકમાં જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધના થઈ શકશે નહીં. પૌષધ લાંબા સમયનો હોવાને લીધે છૂટછાટ વિના તેનું
પાલન કઠિન બને છે. પ્ર. ૮. પહેલાં સામાયિક લીધેલી હોય અને પૌષધ કરવો હોય તો
સામાયિકમાં પૌષધ લઈ શકાય કે નહીં?
#IamAHHINITIATalam Maltaff I
TIHIRa(૨૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org