________________
Huluuuuum શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બuuuuuuull
૧૨ અતિથિ સંવિભાગ વ્રત પ્ર.૧ અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ શું છે? જ.૧ જેની આવવાની કોઇ તિથિ કે સમય નક્કી ન હોય એવા
પંચમહાવ્રતધારી નિગ્રંથ શ્રમણો (સાધુ)ને તેમના કલ્પ અનુસાર (૧) અશન-આહાર (૨) પાણે – પાણી (૩) મેવામિઠાઈ (૪) મુખવાસ (૫) વસ્ત્ર (ડ) પાત્ર (૭) કાંબળી (૮) પાદપ્રીંછન – રજોહરણ (૯) બાજોઠ, પાટલાં આદિ (૧૦) પાટ-પાટિયું (૧૧) શયા (મકાન) (૧૨) સંથારિયું (૧૩) ઔષધ અને (૧૪) ભેષજ. આચૌદ પ્રકારની વસ્તુઓ નિષ્કામ બુદ્ધિપૂર્વક આત્મકલ્યાણની ભાવનાથી આપવી તેમજ તે દાનનો સંયોગ ન મળે તો પણ એવી
ભાવના રાખવી એ અતિથિ સંવિભાગ વ્રત છે. પ્ર. ૨. પડિહારી અને અપડિહારી વસ્તુઓ કોને કહે છે? આ વસ્તુઓ
કઈ કઈ છે? જ. ૨. જે વસ્તુઓને સાધુ-સાધ્વી લીધાં બાદ પાછી આપતાં નથી તેને
“અપડિહારી વસ્તુઓ કહે છે. તેના આઠ ભેદ છે. (૧) આહાર (૨) પાણી (૩) ખાદ્ય ચીજો-મેવા મિઠાઈ (૪) મુખવાસ (૫) વસ્ત્ર (5) પાત્ર (૭) કાંબળી અને (૮) રજોહરણ. જે વસ્તુને સાધુ-સાધ્વી ઉપયોગમાં લઈને થોડા સમય પછી પાછી આપી દે છે તેને ““પડિહારી વસ્તુઓ કહેવાય છે. તેના છ ભેદ છે. (૧) બાજોઠ, પાટલા આદિ (૨) પાટ, પાટિયું આદિ (૩) શય્યા (પૌષધશાળા, મકાન) (૪) સંથારિયું (ઘાસ આદિની પથારી) (૫) ઔષધ અને (૬) ભેષજ.
કાકા THEIR HE૨ ૨ ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org