________________
પ્ર.૯
| lllllllllll શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
IIIIIII જ.૮ ઇચ્છામિ ખમાસમણોના પાઠથી કરવામાં આવતી વંદના શબ્દ
અને ક્રિયા બંનેમાં ચડિયાતી છે. માટે તેને ઉત્કૃષ્ટ વંદના કહેવાય છે.
ઈચ્છામિ ખમાસમણો શા માટે બે વાર બોલવામાં આવે છે? જ. ૯ જે રીતે દૂતરાજાને નમસ્કાર કરીને કાર્યનું નિવેદન - વિનંતી કરે
છે અને રાજા પાસેથી પાછા જતી વખતે ફરી નમસ્કાર કરે છે તે રીતે શિષ્ય કાર્યનું નિવેદન કરવા માટે કે અપરાધ બદલ ક્ષમા માંગતી વખતે સૌ પ્રથમ ગુરુને વંદના કરે છે. ખમાસમણા કરે છે અને જ્યારે ગુરુ મહારાજ ક્ષમા આપે છે ત્યારે શિષ્ય વંદના કરીને બીજી વાર ખમાસમણ દઈને પાછો ફરે છે. દ્વાદશાવર્ત વંદનની પૂરી વિધિ બે વખત ઈચ્છામિ ખમાસમણો બોલવાથી જપૂરી થાય છે. તેથી પૂર્વાચાર્યોએ બે વાર ઈચ્છામિ ખમાસમણો
બોલવાની વિધિ બતાવી છે. પ્ર.૧૦ ઉત્કૃષ્ટ વંદન શું છે? તેની વિધિ કયા અંગસૂત્રમાં દર્શાવેલ છે? જ. ૧૦ દ્વાદશાવર્ત વંદન તે ઉત્કૃષ્ટ વંદન છે. તે ઈચ્છામિ ખમાસમણોના
પાઠથી કરવામાં આવે છે. સમવાયાંગસૂત્રના બારમા સમવાયમાં પાઠ છે. दुवालसावत्ते किइकम्मे पण्णते, तं जहा - दुओणयं जहाजायं किइकम्मं बरसावयं । चउसिरं तिगुत्तं च दुपवेसे एगणिकरवमणं ॥ કૃતિકર્મ વંદન દ્વાદશ આવર્તવાળા કહ્યા છે. આ બાર આવર્તામાં અવશ્ય કરવા યોગ્ય પચ્ચીસ વિધિ હોય છે. તે આ પ્રમાણે છે. ૧. યથાજાત મુદ્રા (જન્મની વખતની સ્થિતિ) ૨-૩. બે મસ્તક નમન. ૪-૧૫ બાર આવર્તન. ૧૬-૧૯ ચાર સિર (મસ્તક) ૨૦-૨૨ ત્રણ ગુપ્તિ. ૨૩-૨૪ બે પ્રવેશ અને ૨૫. એક નિષ્ક્રમણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org