________________
|||||
પ્ર.૧૮
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
રૂપ, યૌવન તથા લાવણ્ય વગેરેમાં વધારો થાય છે અને ભવિષ્યમાં પણ રોગ થતાં નથી. આ જ રીતે જો કોઇ દોષ લાગ્યાં હોય તો પ્રતિક્રમણથી તેની શુદ્ધિ થાય છે. અને દોષ ન લાગ્યાં હોય તો પણ પ્રતિક્રમણ કરવાથી ભાવ અને ચારિત્રની વિશેષ શુદ્ધિ થાય છે, માટે બધાને માટે પ્રતિક્રમણ સરખું આવશ્યક છે. હંમેશા બંને સમય પ્રતિક્રમણ કરવાથી દેવસિય અને રાત્રિક અતિચારોની શુદ્ધિ દરરોજ થઇ જાય છે. તો પછી પાક્ષિક (પાખી) આદિ પ્રતિક્રમણ શા માટે કરવામાં આવે છે ?
જ. ૧૮ જે રીતે આપણે આપણા ઘરમાં દરરોજ સફાઇ કરીએ છીએ તો પણ તહેવારો (હોળી, દિવાળી વગેરે) તથા ખાસ પ્રસંગોના સમયે ખાસ સફાઇ કરીએ છીએ. એ જ રીતે હંમેશા બંને સમય પ્રતિક્રમણ કરવા છતાં પણ પર્વના દિવસોમાં આત્માની વિશેષ શુદ્ધિ માટે પાક્ષિક, ચૌમાસી વગેરે પ્રતિક્રમણ ક૨વામાં આવે છે. પ્ર.૧૯ પ્રતિક્રમણ કરવાથી શું આત્મશુદ્ધિ (પાપોનું ધોવાણ) થઇ જાય છે?
જ.૧૯ પ્રતિક્રમણમાં દિનચર્યાનું અવલોકન કરવામાં આવે છે. આત્મામાં થયેલા આશ્રવદ્વારરૂપી (અતિચાર આદિ) છિદ્રોને જોઇને તેને રોકવામાં આવે છે. જેમ કપડા પર કીચડ આદિ લાગવાથી તેને ધોવામાં આવે તો તે સાફ થઇ જાય છે, તેમ આત્મા પર લાગેલા અતિચાર આદિ મલિનતાને પશ્ચાત્તાપદ્વારા સાફ કરવામાં આવે છે. વ્યવહારમાં પણ અપરાધને સરળતાથી સ્વીકારવાથી, પશ્ચાત્તાપ કરવાથી, અપરાધ હલ્કો બને છે. જેમ કે- ‘‘માફ કરજો (Sorry)" વગેરે કહેવાથી માફ કરવામાં આવે છે. તે રીતે અતિચારોની નિંદા કરવાથી, પશ્ચાત્તાપ કરવાથી આત્મશુદ્ધિ (પાપોનું ધોવાણ) થઇ જાય છે.
Jain Education International
૧૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org