________________
IIIIIIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
અશુભયોગનું પ્રતિક્રમણ કરવામાં આવે છે. પ્ર.૧૨ મિથ્યાત્વ કોને કહેવામાં આવે છે? જ.૧૨ કુદેવ, કુગુરુ અને કુધર્મ પર શ્રદ્ધા - આસ્થા રાખવી તે મિથ્યાત્વ
છે. પ્ર.૧૩ અવ્રત કોને કહેવાય છે? જ. ૧૩ એક અંશે યા સર્વથા પ્રત્યાખ્યાન ન કરવા તે અવ્રત છે. પ્ર. ૧૪ પ્રમાદ કોને કહેવામાં આવે છે? જ.૧૪ ધર્મકાર્યમાં આળસ કરવી, અસાવધાન રહેવું, નિર્ધારિત સમયે
ધર્મકાર્ય ન કરવું, ઇન્દ્રિયોના વિષયમાં આસક્ત રહેવું. તેને
પ્રમાદ કહેવાય છે. પ્ર.૧૫ કષાય કોને કહેવામાં આવે છે? જ.૧૫ “કષ' એટલે સંસાર, “આય” એટલે પ્રાપ્તિ અથવા જેનાથી
સંસારમાં પરિભ્રમણ કરવું પડે તેને કષાય કહે છે. ક્રોધ, માન,
માયા અને લોભ આ ચાર કષાય છે. પ્ર.૧દ અશુભયોગ કોને કહેવાય છે? જ.૧દ મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને અશુભયોગ કહેવાય
છે.
પ્ર.૧૭ જેણે કોઈ વ્રત ધારણ ન કર્યું હોય તેના માટે શું પ્રતિક્રમણ કરવું
આવશયક છે? જ.૧૭ જેણે કોઈવ્રત ધારણ ન કર્યા હોય તેણે પણ પ્રતિક્રમણ તો અવશ્ય
કરવું જોઇએ. કારણકે આવશ્યકસૂત્રને બત્રીસમું (૩૨મું) આગમ ગણવામાં આવે છે. આગમનો સ્વાધ્યાય આત્મકલ્યાણ તથા નિરાનું કારણ બને છે. તથા પ્રતિક્રમણ એક એવી ઔષધિરૂપ છે કે જેનું હંમેશા સેવન કરવાથી વિદ્યામાન રોગ શાંત થઈ જાય છે. રોગ ન થવાથી તે ઔષધિના પ્રભાવે વર્ણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org