________________
જ.૩
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર ઈરછામિ ાં ભંતે'નો પાઠ
(પ્રતિક્રમણ પ્રતિજ્ઞા) પ્ર. ૧ પ્રતિક્રમણની આજ્ઞા લેવાનો પાઠ કયો છે? જ.૧ “ઈચ્છામિ ણે ભંતે'નો પાઠ એ પ્રતિક્રમણની આજ્ઞા લેવાનો
પાઠ છે. પ્ર. ૨ આ પાઠમાં શેની પ્રતિજ્ઞા કરવામાં આવે છે? જ. ૨ આ પાઠમાં પ્રતિક્રમણ કરવાની અને જ્ઞાન, દર્શન, ચારિત્રમાં
લાગેલા અતિચારોનું ચિંતન કરવા માટે કાયોત્સર્ગ કરવાની
પ્રતિજ્ઞા કરવામાં આવે છે. પ્ર.૩ ““જ્ઞાન” શબ્દની પરિભાષા - વ્યાખ્યા શું છે?
વસ્તુના વિશેષ સ્વરૂપને જાણવું – તેને જ્ઞાન કહેવાય છે. પ્ર.૪ “દર્શન' શબ્દનો અર્થ શું છે? જ.૪ જિન પ્રરૂપિત નવતત્ત્વો પર શ્રદ્ધા રાખવી તે દર્શન છે. પ્ર.૫ “ચરિતાચરિત્ત”નો અર્થ શો છે? જ. ૫ દેશવ્રત અર્થાત્ શ્રાવકના વ્રતોને ચરિત્તાચરિત્તે કહેવાય છે.
કારણ કે પાપોનો સર્વથા ત્યાગ કરવો તે ચારિત્ર કહેવાય છે. શ્રાવકને મિથ્યાત્વનો તો સંપૂર્ણ ત્યાગ હોય છે, પરંતુ બાકી ના પાપોનો (દશ) અંશરૂપ ત્યાગ કરવામાં આવે છે, માટે તેને ચરિત્તાચરિત્ત - સંયમાસંયમ કહેવાય છે.
તપ કોને કહેવાય છે? જ. જેક્રિયાથી આત્મા સાથે જોડાયેલા કર્મો તપે છે અર્થાત નષ્ટ થાય
છે – જેમ અગ્નિમાં તપવાથી સોનું નિર્મળ બને છે તેમ તપ
કરવાથી આત્મા નિર્મળ બને છે. પ્ર.૭ અતિચાર કોને કહેવાય? જ.૭ વ્રતોમાં લાગવાવાળા દોષોને અતિચાર કહેવાય છે.
પ્ર. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org