SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ IIIIIIIIIIIITE શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર મનના દશ દોષ : (૨) (૪) अविवेक जसोकित्ती, लाभत्थी गव्व-भय नियाणत्थी । संसय रोस अविणउ, अबहुमाण ए दोसा मणियव्वा ।। (૧) અવિવેક - સાવદ્ય-નિરવદ્યનો વિવેક ન રાખવો. યશોકીતિ- યશ અને પ્રતિષ્ઠાની ઇચ્છા કરવી. લાભાર્થ - ધન આદિના લાભની ભાવના કરવી. ગર્વ - ધર્માત્માપણાનું ગૌરવ રાખીને સામાયિક કરવી. ભય - ભયથી બચવાને માટે સામાયિક કરવી. નિદાન - ભૌતિક ફળની પ્રાપ્તિનું નિદાન કરવું. સંશય - સામાયિકના ફલ સંબંધી શંકાશીલ રહેવું. રોષ - રાગ-દ્વેષાદિના કારણે સામાયિક કરવી. અથવા સામાયિકમાં રાગ-દ્વેષ કરવા. અવિનય-દેવ, ગુરુ, ધર્મનો વિનય ન કરવો. અથવા આશાતના કરવી, યા વિનયભાવ રહિત સામાયિક કરવી. (૧૦) અબહુમાન - ભક્તિભાવ, આદરભાવ રહિત સામાયિક કરવી. વચનના દશ દોષ कुवयण - सहसाकारे, सछंद संखेव कलहं च । विगहा वि हासोऽसुद्धं, निरवेकवा मुणमुणा दोसा दस ।। કુવચન - સામાયિકમાં ખરાબ વચન બોલવા. સહસાકાર - ઉતાવળથી વગર વિચાર્યે વચન બોલવા. સ્વચ્છંદ- રાગ-દ્વેષવર્ધક અને ધર્મવિરુદ્ધ જેમતેમ બોલવું. અથવા રાગ ઉત્પન્ન થાય તેવા સાંસારિક ગીત, ગાયનાદિ ગાવા. સંક્ષેપ - સૂત્રના પાઠને ટૂંકા કરીને બોલવા. કલહ - કલેશકારી વચનો બોલવા. વિકથા - ચાર વિકથામાંથી કોઈ કથા કરવી. VENET n os TV (૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy