________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પાઠથી સિદ્ધ ભગવંતો અને અરિહંત ભગવંતોની સ્તુતિ કરે છે, તેથી “શુક્ર-સ્તવ' કહેવાય છે.
૩. પ્રણિપાત-સૂત્ર – પ્રણિપાતનો અર્થ નમસ્કાર થાય છે. તેથી નમસ્કારને યોગ્ય હોવાથી પ્રણિપાતસૂત્ર' પણ કહેવાય છે.
પ્રશ્ન ૬૫:- લોગસ્સ અને નમોત્થણંમાં શું તફાવત છે?
ઉત્તર :- “લોગસ્સ”માં નામ-સ્મરણ, નામ-સ્તુતિ, નમસ્કાર અને પ્રાર્થના છે.
નમોત્થણ'માં ગુણ-સ્મરણ, ગુણ-સ્તુતિ અને નમસ્કાર છે. પ્રશ્ન :- બધા પ્રકારની ભક્તિમાં સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ છે?
ઉત્તર :- બધા પ્રકારની ભક્તિઓમાં ગુણ-સ્મરણ અને જિનેશ્વર ભગવંતોની આજ્ઞાપાલનરૂપ ભક્તિ સર્વશ્રેષ્ઠ છે.
પ્રશ્ન ક૭:- પહેલા અને બીજા નમોત્થણમાં શું તફાવત છે?
ઉત્તર:- પહેલું નમોત્થણે સિદ્ધ ભગવંતોને કરવાનું છે. તેમાં “ઠાણ સંપત્તાણ” અને બીજું અરિહંતોને કરવાનું છે તેમાં “ઠાણે સંપાવિક કામાણે” બોલવાનું હોય છે.
પ્રશ્ન ૬૮:- પહેલું નમોત્થણે સિદ્ધોને શા માટે?
ઉત્તર:- અરિહંત તથા સિદ્ધમાં સિદ્ધ ભગવાન મોટા છે. તથા સિદ્ધ ભગવાન તો પૂર્ણરૂપથી કૃતકૃત્ય થઈ ગયેલા હોય છે. આવી પૂર્ણ સ્થિતિનું જ્ઞાન કરાવવા “નમોત્થણ”માં પ્રથમ સિદ્ધોને નમસ્કાર કરેલ છે. શાસ્ત્રોમાં
જ્યાં જ્યાં નમોત્થણે આવે છે ત્યાં ત્યાં પ્રથમ સિદ્ધ ભગવંતોની અને પછી અરિહંત ભગવંતોની સ્તુતિ કરવામાં આવેલ છે.
પ્રશ્ન ૯:- નમોત્થણનો પાઠ ક્યા સૂત્રમાં છે?
ઉત્તર :- (૧) ભગવતીસૂત્ર (૨) જ્ઞાતાધર્મકથા (૩) ઉવવાઈય આદિ સૂત્રોમાં છે.
HTTITUTE
: Hall
T
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org