SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ 'શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર રહીને.... પંચાંગ અર્થાત્ માથું, હાથ અને ઢીંચણ જમીનને અડાડીને તિખુત્તો” ના પાઠ વડે કરવામાં આવતું વંદન. (૩) ઉત્કૃષ્ટ : દ્વાદશાવર્ત વંદન. દ્વાદશાવર્ત એટલે બાર આવર્તનવાળું વંદન. પ્રતિક્રમણ સૂત્રના “ઈચ્છામિ ખમાસમણો!' ના પાઠથી ત્રીજા વંદન આવશ્યકમાં (દ+ ૬ = ૧૨) બાર આવર્તન વડે કરવામાં આવતું વંદન. પ્રશ્ન ૨૬:- ગુરુવંદનનો પાઠ કયા સૂત્રમાં છે? ઉત્તર :- ગુરુવંદન (તિખુરો)નો પાઠ ભગવતીસૂત્ર, ઉવવાઈયસૂત્ર, રાયખસેણીયસૂત્ર આદિ સૂત્રોમાં છે. (૩) ઇરિયાવહિયં - આલોચના - સૂત્ર પ્રશ્ન ૨૭:- “ઈરિયાવહિયં’ને “આલોચના'નો પાઠ શા માટે કહે છે ? ઉત્તર :- આ પાઠથી જીવ-વિરાધનાની આલોચના કરવામાં આવે છે. તેથી “આલોચન-સૂત્ર' કહેવાય છે. પ્રશ્ન ૨૮:- વિરાધના કોને કહે છે? ઉત્તર :- વ્રતને દૂષિત કરવાવાળી પ્રવૃત્તિથી વિરાધના થાય છે. શાસ્ત્રવિધિ અનુસાર આચરણ ન કરવું તે વિરાધના છે. પ્રશ્ન ૨૯:- ઈરિયાવહિયંના પાઠમાં ચાલવાથી થવાવાળી ક્રિયાની આલોચના શા માટે કરવામાં આવી? ઉત્તર :- ચાલવાથી થવાવાળી ક્રિયાની તેમજ ઉપલક્ષણથી અન્ય બધી ક્રિયાઓની આલોચના પણ સમજી લેવી જોઈએ. પ્રશ્ન ૩૦:- જીવ વિરાધના કેટલા પ્રકારે થાય છે? IIIIIIIIIIIIIIINITIHITIHIBITIHITHI ( ૧૬ ) [lahililtilal li[l Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy