________________
:
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
ઉત્તર :- અરિહંત આદિને મોટા માનવા, ઊંચુ આસન આપવું. વંદન કરતા સમયે મનને ખાલી ન રાખતા શ્રદ્ધા અને પૂજ્યભાવના અમૃતથી છલોછલ (ભરપૂર) ભરી દેવું. આદર રાખવો. તેને સન્માન કહેવાય છે.
પ્રશ્ન ૨૩:- પર્યુપાસના કેટલા પ્રકારની છે?
ઉત્ત૨ :– ત્રણ પ્રકારની (૧) કાયિક પર્યાપાસના –મસ્તક, બે હાથ અને બંને ઢીંચણ, એમ પંચાંગ નમાવીને નમસ્કાર કરવા. તથા વિનમ્ર થઈને, બંને હાથ જોડી રાખી, ગુરુની સામે મુખ રાખી, સેવા – ઉપાસના કરવી ‘કાયિક - પર્યુપાસના’ છે.
(૨) વાચિક –પર્યુપાસના – ગુરુદેવોના વચનોનો વાણી દ્વારા સત્કાર ક૨વો. જેમકે– ભગવાન ! ગુરુદેવ ! આપ ફરમાવો છો. તે સત્ય છે. યથાર્થ છે. નિઃશંક છે. એમ આદરભર્યા વચનોથી સ્વીકાર કરવો. તે ‘વાચિક - પર્યુપાસના' છે.
(૩) માનસિક - પર્યુપાસના – હૃદયમાં મહાન સંવેગ (=મોક્ષની અભિલાષા, સંસારથી ઉદાસીનતા) ઉત્પન્ન કરીને, ઉપદેશ પ્રત્યે અનુરાગ રાખવો. તે ‘માનસિક - પર્યુપાસના' છે.
પ્રશ્ન ૨૪:- પર્યુપાસનાથી શું લાભ થાય છે ?
=
=
ઉત્તર :- શુદ્ધ ચારિત્ર પાલનવાળા શ્રમણ-નિગ્રંથોની પર્યાપાસના સેવા, ઉપાસના, સત્સંગ કરવાથી અશુભકર્મોની નિર્જરા અને મહાન પુણ્ય ઉપાર્જન થાય છે. ભાવોની વિશુદ્ધિ થાય છે.
પ્રશ્ન ૨૫:- ગુરુવંદન કેટલા પ્રકારના છે ? ઉત્તર :– ગુરુવંદન ત્રણ પ્રકારના છે.
(૧) જઘન્ય ફિટ્ટાવંદન, ફિટ્ટા એટલે રસ્તો માર્ગ,
રસ્તામાં ગુરુદેવ મળી જાય, તો તેમને બે હાથ જોડીને માથું નમાવવું. અને વચન વડે ‘‘મર્ત્યએણ વંદામિ’’ શબ્દો બોલીને નમસ્કાર કરવા. તે જધન્ય (નાનું) ફિટ્ટાવંદન.
(૨) મધ્યમ : થોભવંદન. થોભ એટલે થોભીને....ઉભા
Jain Education International
૧૬૫
For Private & Personal Use Only
www.jainelibrary.org