________________
||||||||
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
(પારા, મોતી) પણ ૧૦૮ હોય છે.
પ્રશ્ન ૧૭:- ‘ૐ નમો અરિહંતાણં'' બોલવું ઉચિત છે ? ઉત્તર :- ઓંકાર એ મૂળમાં તો અન્યતીર્થિઓનો મંત્રાક્ષર છે. નમસ્કારમંત્ર · તો અનાદિકાળથી છે. જ્યારે ગણધરોએ “નમો અરિહંતાણં’’ ના રૂપમાં તેની ગુંથણી કરેલી છે. ત્યારે તેમાં વધઘટ કરવી ઉચિત ગણાય ? દેખાદેખીથી કોઈ પણ શાસ્ત્રના પદની આગળ ‘' શબ્દ જોડનાર ભગવંતોની આશાતના નથી કરતા ? ચતુર્વિધ સંઘના સદસ્યોએ આમ કરવું ઉચિત નથી. માટે ‘ૐ' બોલવું જોઈએ નહિ. પ્રશ્ન ૧૮:- નમસ્કારમંત્રના પાંચ પદ કયા સૂત્રમાં છે ?
.
ઉત્તર ઃ- મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રના પાંચ પદ (૧) ‘ભગવતીસૂત્ર’ (૨) ‘જંબુદ્વિપ-સૂત્ર’ અને (૩) ‘સૂર્યપ્રજ્ઞપ્તિ - સૂત્ર’ના મંગલાચરણમાં જ આપવામાં આવેલ છે
(૨) તિક્ષુત્તો - ગુરુવંદન - સૂત્ર
|||||||||
પ્રશ્ન ૧૯:- પ્રદક્ષિણા કોને કહે છે ?
ઉત્ત૨ :– બે હાથ જોડીને પોતાનાં જમણાં કાનથી શરૂ કરીને ફરીથી જમણા કાન સુધી લઈ જવા. ત્યાર પછી માથા પર લઈ જઈને વંદના કરવી. તેને ‘પ્રદક્ષિણા' (આવર્તન) કહેવાય છે.
પ્રશ્ન ૨૦:- પ્રદક્ષિણા ત્રણ વાર શા માટે?
ઉત્તરઃ- વંદનીય (પૂ. ગુરુભગવંતો)માં રહેલા (૧) સમ્યજ્ઞાન (૨) સમ્યગ્દર્શન અને (૩) સમ્યગ્ ચારિત્ર. આ રત્નત્રયી (ત્રણ ગુણો)ને વંદન કરવા માટે ત્રણ વાર ‘પ્રદક્ષિણા' કરવામાં આવે છે.
Jain Education International
પ્રશ્ન ૨૧:- સત્કાર કોને કહે છે ?
ઉત્તર :- ગુરુ ભગવંત આદિનું સ્વાગત કરવું, તેઓને નિર્દોષ વસ્ત્રપાત્ર આદિ આપવા તેને સત્કાર કહે છે.
પ્રશ્ન ૨૨:- સન્માન કોને કહે છે ?
૧૬૪ - 2 B
For Private & Personal Use Only
www.jainelibrary.org