________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIIIIIIIIII ઉત્તર :- જીવોની વિરાધના દશ પ્રકારે થવા સંભવ છે. અભિયા...થી... જીવિયાઓ વવરોવિયા સુધીના દશ પદ.
દરેક પ્રવૃત્તિ તાપૂર્વક કરવાથી જીવોની વિરાધનાથી બચી શકાય છે. પાપથી પણ બચી શકાય છે.
પ્રશ્ન ૩૧ :- “ઇરિયાવહિયં”ના પાઠથી કેટલા જીવો સાથે “મિચ્છામિ દુક્કડ' થાય છે?
ઉત્તર:- સંસારમાં જેટલા પણ જીવો છે, તે સર્વના મળીને ૫૬૩ ભેદ થાય છે. ઓછ પણ નહિ અને વધુ પણ નહિ. ઉપરોક્ત ૫૬૩ ભેદોમાં પૃથ્વી આદિ પાંચ સ્થાવર તથા મનુષ્ય, તિર્યંચ નારક, દેવ આદિ ત્રસ; બઘાં જીવોનો સમાવેશ થઈ જાય છે. પ૩ ભેદોને “અભિયાથી” જીવિયાઓ વવરોવિયા સુધીના ૧૦પદ વડે જ જીવોની વિરાધનાહિંસા સંબંધી છે.) ગુણતાં ૫૩૦ થાય.
વિરાધના અર્થાત્ હિંસા, રાગ અને દ્વેષના કારણે થાય છે. તેથી બે વડે ગુણતાં ૧૧,૨૬૦ભેદ થાય. આવિરાધનામન, વચન, કાયાથી થાય છે. તેથી ત્રણ વડે ગુણતાં ૩૩,૭૮૦ભેદ થયા. વિરાધના કરવી, કરાવવી અને અનુમોદવી. એ ત્રણ વડે ગુણતાં ૧, ૦૧,૩૪૦ ભેદ થાય. આ બધાંને ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ એમ ત્રણ વડે ગુણતાં ૩,૦૪,૦૨૦ભેદ થાય. તેને પણ (૧) અરિહંત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ અને (૬) પોતાનો આત્મા: આ છ ની સાક્ષીથી ગુણતાં ૧૮, ૨૪, ૧૨૦ ભેદ થાય છે. [૫૩ ૪ ૧૦ x ૨ x ૩ * ૩ ૪ ૩ ૪ ૬ = ૧૮, ૨૪, ૧૨૦]
આ રીતે સંસારી સર્વ જીવો સાથે, સર્વ પ્રકારે ““મિચ્છામિ દુક્કડં– ખમતખામણા' થાય છે.
પ્રશ્ન ૩ર :- ઇરિયાવહિયંનો પાઠ કયા સૂત્રમાં છે? ઉત્તર :- બત્રીશમાં “આવશ્યક સૂત્રમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org