________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર
અરિહંતના ૧૨ ગુણો
૧. અનંતજ્ઞાન, ૨. અનંત દર્શન, ૩. અનંત ચારિત્ર, ૪. અનંત તપ, ૫. અનંત બળવીર્ય, ૬. અનંત ક્ષાયક સમ્યક્ત્વ ૭. વ્રૠષભ નારાચ સંહનન, ૮. સમચતુરસ્ત્ર સંસ્થાન, ૯. ચોત્રીસ અતિશય, ૧૦. પાંત્રીસ વાણીના ગુણો, ૧૧. એક હજાર આઠ ઉત્તમ લક્ષણના ધારણહાર અને ૧૨. ચોસઠ ઇન્દ્રોના પૂજનીય આ ૧૨ ગુણોથી યુક્ત અરિહંત ભગવાન હોય છે.
સિદ્ધના ૮ ગુણ
૧. પાંચ પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી અનંત કેવળજ્ઞાન ગુણ પ્રગટ થયો છે, જેથી સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે છે.
૨. નવ પ્રકારના દર્શનાવરણીયકર્મનો ક્ષય થવાથી અનંત કેવળદર્શન ગુણ પ્રગટ થયો છે જેથી સર્વ દ્રવ્યો દેખે છે. ૩. બંને પ્રકારનું વેદનીયકર્મક્ષય થવાથી નિરાબાધ (વ્યાધિ વેદના રહિત) આત્મિક સુખને પ્રાપ્ત થાય છે.
૪. બે પ્રકારના મોહનીયકર્મનો ક્ષય થવાથી ક્ષાયક સમકિત અને સર્વ ગુણોની સ્થિરતા પામ્યા છે.
૫. ચાર પ્રકારના આયુષ્યકર્મ ક્ષય થવાથી અજરામર થયા છે. ૬. બે પ્રકારના નામકર્મ ક્ષય થવાથી અમૂર્ત (નિરાકાર) થયા છે. ૭. બે પ્રકારના ગોત્રકર્મ ક્ષય થવાથી અખોડ (અપલક્ષણ રહિત) આગુરુ-લઘુ થયા છે.
૮. પાંચ પ્રકારનાં અંતરાયકર્મ ક્ષય થવાથી અનંત શક્તિવંત થયા છે.
આચાર્યજીના ૩૬ ગુણ
ગાથા: पंचिदिय संवरणो. चउविह कसाय मुक्को इह अट्ठारस गुणेहिं संजुतो ||१||
तह नवविह बंभचेर गुत्तिधरो.
ABHI ૧૫૭)ntire
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org