________________
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર પ્રતિક્રમણ કરવાની વિધિ
"
પૂ. સાધુ-સાધ્વીજીઓ બિરાજતાં હોય તો સવિધિ ત્રણ વંદના કરી, દેવસિય પ્રતિક્રમણ''ની આજ્ઞા માગવી, બિરાજમાન ન હોય તો ઇશાનકોણમાં સીમંધરસ્વામીને સવિધિ ત્રણ વંદના કરી આજ્ઞા લેવી. યથાશક્તિ પ્રતિક્રમણ ઊભા રહીને કરવું.
ઇચ્છામિણ ભંતે !' અને ‘નમસ્કારમંત્ર'નો પાઠ બોલીને વિવિધ વંદના કરીને પહેલા આવશ્યકની આજ્ઞા એમ કહીને
(૧) સામાયિક આવશ્યકમાં કરેમિ ભંતે ! ઇચ્છામિ ઠામિ કાઉસ્સગ્ગ' અને ‘તસ્સ ઉત્તરી કરણેણં' ના પાઠ બોલી કાઉસ્સગ્ગ ક૨વો, કાઉસ્સગ્ગમાં ૯૯ અતિચાર બોલવા. (૯૯ અતિચાર ન આવડતાં હોય તો ૪ લોગસ્સ યા ૩૨ નમસ્કારમંત્રનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.) ૯૯ અતિચારમાં જું વાઈઢું...આદિ કામભોગાસંસપ્પઓગે ‘તસ્સ મિચ્છા મિ દુક્કડં.’ સુધી બોલી ‘નમો અરિહંતાણં બોલી કાઉસ્સગ્ગ પાળવો. ત્યાર પછી ‘કાઉસ્સગ્ગમાં કાનો, માત્રા,... તસ્સ મિચ્છા મિ દુક્કડં. સુધીનો ‘કાઉસ્સગ્ગ શુદ્ધિ પાઠ' બોલવો. અહીં પહેલો સામાયિક આવશ્યક સમાપ્ત થયો. ત્યાર પછી વિવિધ વંદના કરી બીજા આવશ્યકની આજ્ઞા એમ કહીને.
૨ ચઉંવીસત્યો આવશ્યકમાં ‘લોગસ્સ' નો પાઠ બોલવો. અહીં બીજો ‘ચઉવીસત્વો આવશ્યક' સમાપ્ત થયો. ત્યાર પછી ત્રીજા આવશ્યકની આજ્ઞા એમ કહીને.
(૩) વંદના આવશ્યકમાં ‘ઇચ્છામિ ખમાસમણો ! આ પાઠ ઉત્કટુક આસને વિધિપૂર્વક બે વાર બોલવો. અહીં ત્રીજો આવશ્યક સમાપ્ત થયો. સવિધિ વંદના કરી ચોથા આવશ્યકની આજ્ઞા. એમ કહીને.
Jain Education International
૧૫૦ ------
For Private & Personal Use Only
www.jainelibrary.org