________________
: = ;
; ;
; ;
; ; ; ; ; E
fe
( પ્રત્યાખ્યાન અધ્યયન ))
શ્રી ગૌતમસ્વામી :
હે પૂજ્ય ! પ્રત્યાખ્યાન કરીને જીવને શો લાભ પ્રાપ્ત થાય ? શ્રી મહાવીર પ્રભુ : -
હે શિષ્ય ! મૂળગુણ અને ઉત્તરગુણના સ્વીકારરૂપી પ્રત્યાખ્યાન વડે જીવ હિંસાદિક આશ્રવના દ્વારોને રૂંધે છે. ઉપલક્ષણથી પૂર્વે ઉપાર્જન કરેલા કર્મોને ખપાવે છે.
પ્રત્યાખ્યાન (ત્યાગ) થી ઇચ્છાનો નિરોધ થાય છે. ઈચ્છાનિરોધથી સર્વ દ્રવ્યોની લાલસારૂપ અગ્નિનો નાશ થાય છે. આથી જીવ શાન્તચિત્તયુક્ત બની સુખપૂર્વક વિહાર કરે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર અ. ૨૯ બોલ-૬૧
૧૪૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org