________________
HTTTTTTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર 10TTTTTTI
એવા ત્રણે લોકના સર્વ સ્થાનોમાં (પાંચ અનુત્તર વિમાનનાં દેવો સિવાય) સમકિત રહિત કરણી કરીને, આ જીવે અનંતીવાર જન્મ-મરણ કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવનો પાર આવ્યો નહિ. એવું જાણી સમકિત સહિત શ્રુત (જ્ઞાન, દર્શન) અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર, અમર, નિરાબાધ, પરમ સુખને પામીએ. આ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો. | ઇતિ ધર્મધ્યાનનો કાઉસ્સગ્ગ સમાપ્ત
(ક) અહીં કાઉસ્સગ્ન પાળીને સામાયિક સૂત્રનો પાંચમો પાઠ “ચતુર્વિશતિ સ્તવ-લોગસ્સ સૂત્ર” કાવ્યરૂપે બોલીને તીર્થકરોના ગુણકીર્તન કરવા.
(ખ) ત્યાર પછી ““દ્વાદશાવર્ત ગુરુવંદના સૂત્ર” પ્રતિક્ષ્મણ સૂત્રનો ત્રીજો પાઠ-ઈચ્છામિ ખમાસમણો ! થી વોસિરામિ. સુધીનો પાઠ બે વાર ઉભડક (ઉત્કટુક) આસને બોલવો.
સ્વામીનાથ ! સામાયિક એક, ચકવીસત્યો બે, વંદના ત્રણ, પ્રતિક્રમણ ચાર અને કાઉસ્સગ્ગ પાંચ. આ પાંચે આવશ્યક પૂરાં થયાં. એને વિષે શ્રી વીતરાગદેવની આજ્ઞામાં કાનો, માત્રા, મીંડુ, પદ, અક્ષર, ગાથા, સૂત્ર, ઓછું, અધિક, વિપરીત ભણાયું હોય, તો અરિહંત, અનંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છા મિ દુક્કડં.
પચ્ચખાણ આવશ્યક (પૂજ્ય સાધુ-સાધ્વીજીઓ બિરાજતા હોય તો તેમને સવિધિ ત્રણ વંદના કરી અને “પચ્ચખ્ખાણ ફરમાવશોજી” એમ વિનંતિ કરી અને પચ્ચખ્ખાણ કરવા. પૂ. સાધુ-સાધ્વીજી બિરાજતા ન હોય તો વડિલ શ્રાવકજીને વિનંતિ કરવી અને કોઈ ન હોય તો પોતાની મેળે નીચે મુજબ પ્રત્યાખ્યાનનો પાઠ બોલી પચ્ચખાણ કરવા.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org