________________
|||||
શ્રાવકે સામાયિક પ્રતિક્રમણ સૂત્રકાIIIIIITTI
ચોથો ભેદ - સંઠાવિજએ : -
સંડાણવિજએ કહેતાં–ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈઠીક (= સાવલા) ને આકારે છે. લોક જીવ-અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્યભાગે અસંખ્યાતા જોજનની ક્રોડા-દોડી પ્રમાણે તિર્થોલોક છે. તેમાં અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. અસંખ્યાતા વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાતા જ્યોતિષીના વિમાનો છે તથા અસંખ્યાતી દેવતાની રાજધાનીઓ છે. તેને મધ્યભાગે અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૦ અથવા ૧૭૦. જઘન્ય બે ક્રોડ કેવલી અને ઉત્કૃષ્ટ હોય તો નવ ક્રોડ કેવલી તથા જધન્ય બે હજાર ક્રોડ સાધુસાધ્વી અને ઉત્કૃષ્ટ હોય તો નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વી તેમને વંદામિ, નમંસામિ, સક્કોરેમિ, સમ્માણમિ, કલાર્ણ, મંગલ, દેવયં, ચેઈયું, પવાસામિ તેમજ તિચ્છલોકમાં અસંખ્યાતા શ્રાવકશ્રાવિકાઓ છે, તેમના ગુણગ્રામ કરવા. - તિચ્છલોકથી અસંખ્યાત ગુણો અધિક (મોટો) ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક; નવ રૈવેયક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વ મળીને કુલ ચોરાશી લાખ, સત્તાણું હજાર, ત્રેવીશ (૮૪,૯૭,૦૨૩) વિમાનો છે. તે ઉપર (લોકાગ્રે) સિદ્ધક્ષેત્ર છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ, નમંસામિ, સક્કારેમિ, સમ્માણેમિ, કલ્લાણ, મંગલ, દેવય, ચેઈયું, પÆવાસામિ.
તે ઉર્ધ્વલોકથી કાંઈક વિશેષ અધિક (મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ચોરાશી લાખ નરકાવાસા છે. સાત કરોડ બહોતેર લાખ ભવનપતિના ભવનો છે.
Bhilistailhi: THEItHtat lillah!rnatitatistillati
૧
૪૫ ) Beet SLItsaણાE:11{BELHIR:13:31 Hist31:3Ht. this!"ી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org