________________
IIIIIIIIIIIIIII
શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રમાIિTTITI
ચિંતવવો. વીતરાગદેવની આજ્ઞા એવી છે કે - સમકિત સહિત શ્રાવકના બાર વ્રત, અગિયાર પડિયા, સાધુજીનાં પાંચ મહાવ્રત તથા બાર ભિક્ષુની પડિમા, શુભધ્યાન. શુભજોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને છકાય જીવની રક્ષા : એ વીતરાગદેવની આજ્ઞા આરાધવી. તેમાં સમય માત્રનો પ્રમાદ ન કરવો. ચતુર્વિધ સંઘના ગુણકીર્તન કરવા. આ ઘર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો.
બીજો ભેદ - અવાયવિજએ :
અવાયવિજએ કહેતાં – જીવ સંસારમાં દુ:ખ શા માટે ભોગવે છે ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે – મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા. એથી કરીને જીવ દુઃખ પામે છે. માટે એવું દુઃખનું કારણ જાણી, એવો આશ્રવમાર્ગ ત્યાગી, સંવરમાર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે. આ ધર્મધ્યાનનો બીજો ભેદ કહ્યો.
ત્રીજો ભેદ - વિવાગવિજએ :
વિવાગવિજએ કહેતાં-જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી ? તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે - જીવે જેવે રસે કરી પૂર્વે જેવાં શુભાશુભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન કર્યા છે, તે શુભાશુભ કર્મના ઉદયથી, જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉપર રાગદ્વેષ ન આણી, મમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈનધર્મને વિષે પ્રવર્તીએ. જેથી નિરાબાધ પરમસુખને પામીએ. આ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.
(૧૪૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org