________________
શ્રાવક સ
TIT
|||||||||| શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર બાપા
(અહીં સાધુ-સાધ્વીજી બિરાજતાં હોય, તો તેમની પાસે જઈ નીચેની ગાથા બોલી ત્રણ વખત વિધિપૂર્વક વંદના કરવી.)
સાધુ વંદે તે સુખીયા થાય, ભવો ભવનાં તો પાતક જાય; ભાવ ધરીને વંદે જેહ, વહેલો મુક્તિમાં જાશે તેહ.
પાઠ : ૩૩ : છઠ્ઠા ખામણા
(શ્રાવક-શ્રાવિકાજીઓને) છઠ્ઠા ખામણા અઢીદ્વીપ માંહેના સંખ્યાતા, અઢીદ્વીપ બહારના અસંખ્યાતા શ્રાવક-શ્રાવિકાજીઓને કરું છું. તે શ્રાવકશ્રાવિકાજીઓ કેવા છે ?
મુજથી, તમથી, દાન, શીલ, તપે, ભાવે ગુણે કરી અધિક છે. બે વખત આવશ્યક પ્રતિક્રમણના કરનાર છે. મહિનામાં બે, ચાર છ પૌષધના કરનાર છે. સમક્તિ સહિત બાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણહાર છે. ત્રણ મનોરથના ચિંતવનાર છે. (૧) x ક્યારે આરંભ અને પરિગ્રહ ઓછો કરું. (૨) ક્યારે સંયમ અંગીકાર કરું. (૩) ક્યારે સંથાર કરી પંડિત મરણે મરું. દૂબળાપાતળા જીવની દયાના આણનાર છે, જીવ, અજીવ આદિ નવ તત્ત્વના જાણનાર છે. શ્રાવકજીના એકવીશ ગુણે સહિત છે. પર ધન પત્થર સમાન લેખે છે. પરસ્ત્રી માતા – બેન સમાન લેખે છે.
* મનુષ્યો સંખ્યાતા જ હોય છે, તેથી શ્રાવક-શ્રાવિકા સંખ્યાતા હોવા જોઈએ, પણ અઢી દ્વીપની બહારના તિર્યંચો પણ શ્રાવકના વ્રતો ધારણ કરે છે. આ તિર્યંચોને ચંદ્રસૂર્યના માંડલા વગેરેને જોવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને તેઓ દેશવિરતિ ધર્મની પાલના કરે છે. આ હિસાબે શ્રાવક-શ્રાવિકા અસંખ્યાત કહેલ છે.
: . 1 hr 4 hr : ", it
. . . it is A !1 M (૧
૩
૬ ) in: 1:F !!! is
is a
| HIT ;{ } }
a
de
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org