________________
IITTTTTTTTTTTTEશ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર આપીશTTI||
તથા તેમની પાટાનપાટે જે સાધુ-સાધ્વી... આલોવી પડિક્રમ્મી નિન્દી નિશલ્ય થઈ, મોક્ષગતિમાં તથા પ્રાયઃ દેવલોક પધાર્યા છે, તે બધાનો આપણા ઉપર મહાન ઉપકાર છે.
આજ વર્તમાનકાળ તરણ તારણતારણી નાવા સમાન, સફરી, જહાજ સમાન, રત્નચિંતામણિ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના અગ્રેસર, ધર્મના નાયક, સંઘના મુખી, સંઘના નાયક આદિ અનેક શુભોપમાએ કરી છે જે આચાર્યજી ઉપાધ્યાયજીઓ વીતરાગદેવની આજ્ઞામાં બિરાજતા હોય તે સર્વને મારી તમારી સમય સમયની વંદણા હોજો. તે સ્વામિ કેવા છે ? શુદ્ધ પંચ મહાવ્રતના પાલણહાર, પાંચ સમિતિથી સમિતા, ત્રણ ગુપ્તિએ ગુપ્તા છકાયના પીયર, છકાયના પાલણહાર; સાત ભયના ટાળનાર, આઠ મદના ગાળનાર, નવાવાડ વિશુદ્ધ બ્રહ્મચર્યના પાળનાર, દશવિધ યતિધર્મના અજવાળિક, અગિયાર શ્રાવકની અને બાર સાધુની પડિમાના જાણે બાર ભેદે તપશ્ચર્યાના કરણહાર, સત્તર ભેદે સંયમના ધરણહાર, વીસઅસમાધિ દોષના ટાલણહાર, બાવીસ પરિષદના જિતણહાર; સત્તાવીશ સાધુજીના ગુણે કરી સહિત, તેત્રીસ આશાતનાના ટાલણહાર,૪૨-૪૭-૯ દોષ રહિત આહાર પાણીના લેવણહાર; બાવન અનાચારના ટાલણહાર, સચેતના ત્યાગી, અચેતના ભોગી; કંચન-કામિનીના ત્યાગી, માયા મમતાના ત્યાગી, મહા વૈરાગી, સમતાના સાગર, દયાના આગર; આદિ અનેક ગુણે કરી સહિત છે.
ધન્ય ગુરૂ ભગવંતો ! આપશ્રી ગામ, નગર, રાયહાણી, પુર, પાટણને વિષે બિરાજો છો. હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને વિષે અવિનય, અભકિત આશાતના, અપરાધ થયો હોય, તો હાથ જોડી, માન મોડી, મસ્તક નમાવી પંચતંગ નમાવી ભુજો ભુજો કરી ખમાવું છું.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org