________________
|||IIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર સાIિTTTTTTTTTIll
છે. હું અપરાધી, દીનકિંકર, ગુણહીન અહીં બેઠો છું. આજના દિવસ સંબંધી આપના કેવળજ્ઞાન, કેવળદર્શન, યથાખ્યાત ચારિત્ર, અને તપને વિષે અવિનય, આશાતના, અભક્તિ અપરાધ થયો હોય; તો હાથ જોડી, માન મોડી મસ્તક નમાવી ભજો ભજો કરી ખમાવું છું.
પાઠ : ૩૧ : ચોથા ખામણા
(ગણધરજી, આચાર્યજી, ઉપાધ્યાયજીને) ચોથા ખામણા ગણધરજી આચાર્યજી ઉપાધ્યાયજીને કરું છું. ગણધરજી બાવનગુણે કરી સહિત છે. આચાર્યજી છત્રીસ ગુણે કરી સહિત છે. ઉપાધ્યાયજી પચીસ ગુણેથી સહિત છે. તેમને કરવાના છે. મારા તમારા ધર્મગુરુ, ધર્માચાર્ય, ધર્મ ઉપદેશના દાતાર મહાપુરુષ પંડિતરાજ, મુનિરાજ, ગીતાર્થ, બહુસૂત્રી, સૂત્ર સિદ્ધાંતના પારગામી, તરણ તારણતારણી નાવા સમાન, સફરી જહાજ સમાન, રત્ન ચિંતામણિ સમાન, પાર્શ્વમણિ સમાન, જિનશાસનના શણગાર, ધર્મના અગ્રેસર, ધર્મના નાયક, ધર્મના મુખી, સંઘના નાયક, સંઘના મુખી આદિ અનેક શુભોપમાએ કરી બિરાજમાન હતા. પૂજ્ય સાહેબ શ્રી ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્તજી, સુધર્માસ્વામી, મંડિતજી, મૌર્યપૂત્ર, અકંપિતજી, અચલભ્રાતા, મેતાર્ય, પ્રભાસ, આદિ ગણધરો તથા જંબુસ્વામી, પ્રભવસ્વામી, સ્વયંપ્રભસ્વામી યુગભદ્રસ્વામી સંભૂતિવિજયસ્વામી, ભદ્રબાહુસ્વામી, સ્યુલિભદ્ર સ્વામી, તથા સૂત્રો લિપિબદ્ધ કરનાર દેવર્ધિગણિ ક્ષમા શ્રમણ આદિ પૂર્વધરો, તેમજ ધર્મના શુદ્ધ સ્વરૂપને ઓળખાવનાર લવજીઋષિ, ધર્મસિંહજી મહારાજ તથા ધર્મદાસજી મહારાજશ્રી આદિ મહાપુરુષો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org