________________
illlllllllllllખ શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર -છાઘlllllll
પાઠ : ૩૦ : ત્રીજા ખામણા
(કેવલી ભગવંતોને) ત્રીજા ખામણા પંચ મહાવિદેહક્ષેત્રને વિષે બિરાજતાં જયવંતા કેવલી ભગવંતોને કરું છું. તે સ્વામી જધન્ય હોય તો બે ક્રોડ અને ઉત્કૃષ્ટ હોય તો નવ ક્રોડ કેવલી, એ સર્વને મારી તમારી સમય સમયની વંદના હોજો.
તે સ્વામી કેવા છે ? મારા તમારા મન મનની વાત જાણી દેખી રહ્યા છે. ઘટ ઘટની વાત જાણી દેખી રહ્યા છે. સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. ચૌદ રાજલોક અંજલિ જલ પ્રમાણે જાણી દેખી રહ્યા છે. તેમને અનંતજ્ઞાન છે, અનંતદર્શન છે, અનંત ચારિત્ર છે, અનંતતપ છે, અનંતધૈર્ય છે, અનંતવીર્ય છે. એ છ (પટે) ગુણે કરી સહિત છે. ચાર કર્મ ઘનઘાતી ક્ષય કર્યા છે. બાકીના ચાર કર્મ બળેલી દોરડી સમાન પાતળા પાડ્યા છે. મુક્તિ જવાના કામી થકા સ્વામી વિચરે છે. ભવ્ય જીવોના સંદેહ ભાંગે છે. સજોગી, સશરીરી, કેવલજ્ઞાની, કેવલદર્શની, યથાખ્યાત ચારિત્રના ધરણહાર છે. ક્ષાયિક-સમકિત, શુકલધ્યાન, શુકલેશ્યા, શુભધ્યાન, શુભજોગ, પંડિતવીર્ય આદિ અનંત ગુણે કરી સહિત છે.
ધન્ય સ્વામીનાથ ! આપ ગામ, નગર, રાયપાણી,ખેડ,કવડ, પુર, પાટણને વિષે જ્યાં જ્યાં દેશના દેતાં થકા વિચરતાં હશે, ત્યાં ત્યાં રાઈસર, તલવર, માલંબિય, કોડંબિય, શેઠ, સેનાપતિ, ગાથાપતિ સ્વામીની દેશના સાંભળી કર્ણ પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે, સ્વામીના દર્શન દેદાર કરી નેત્ર પવિત્ર કરતા હશે તેમને ધન્ય છે, સ્વામીને અનાદિક ચૌદ પ્રકારનું દાન દઈ કર પવિત્ર કરતા હશે તેમને પણ ધન્ય છે.
ધન્ય સ્વામીનાથ ! આપશ્રી પંચ મહાવિદેહક્ષેત્રને વિષે બિરાજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org