________________
||IIIIII શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્રHITTIllllllll' તેરસહિં કિરિયાઠાણેહિક તેર ક્રિયાના સ્થાનકો સંબંધી
લાગેલા દોષોથી નિવનું છું. ચઉદસહિં ભૂયગામેહિ + - ચૌદ પ્રકારના ભૂતગ્રામ એટલે
પ્રાણી સમુદાય સંબંધી લાગેલા દોષોથી નિવનું છું.
+ બાર પ્રકારની ભિખુની પડિમા – પહેલી એક માસની તે એક માસ સુધી આહાર પાણીની એક એક દાત (અખંડિત ધાર) ગ્રહણ કરે, બીજી બે માસની તેમાં આહાર પાણીની બે દાત ગ્રહણ કરે, એમ અનુક્રમે અકેક વધારતાં સાતમી પડિયા સાત માસની તેમાં સાત દાત ગ્રહણ કરે, આઠમી પડિયા સાત અહો રાત્રિનીતેમાં એકાંતર ચોવિહારો ઉપવાસ કરે, ગામની બહાર કાઉસ્સગ્ન કરે, ઉત્તાનાદિ આસને રહી ઉપસર્ગ સહન કરે, નવમી ડિમા સાત અહોરાત્રિની. તેમાં ઉત્કટ આસને અથવા દંડાસને રહે, ચઉવિહારા ઉપવાસ કરે, ગામ બહાર કાઉસ્સગ્ન કરી ઉપસર્ગ સહન કરે, દશમી પડિમા ૭ અહોરાત્રિની, પૂર્વોક્ત ક્રિયા સહિત વીરાસનાદિ આસને રહે, ૧૧મી પડિમા એક અહોરાત્રિની તેમાં ચોવિહાર છઠ કરે; બીજે દિવસે ગામ બહાર એક અહોરાત્રિનો કાઉસ્સગ્ન કરે. ૧૨મી પડિમા એક રાત્રિની, તેમાં અઠમભક્ત ચોવિહાર કરે, સ્મશાનભૂમિમાં એક પુદ્ગલ ઉપર સ્થિર વૃષ્ટિ રાખી એક રાત્રિનો કાઉસ્સગ્ન કરે, આઠમીથી બારમી પ્રતિમા સુધી દેવ, મનુષ્ય અને તિર્યંચના ઉપસર્ગો સહન કરે.
ક્રિયાના તેર સ્થાનક – ૧. અર્થદંડ (પોતાના પ્રયોજન માટે), ૨. અનર્થદંડ (કારણ વિના ક્રિયા કરે), ૩. હિંસા કરવાનો સંકલ્પ કરી હિંસા કરે, ૪. અકસ્માત ક્રિયા છે જેમ કોઈ હરણને તીર મારવા જતાં માણસને વાગે અને તેનો જીવ જાય. ૫. દ્રષ્ટિ વિપર્યાસ દંડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org