SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Illuluuuuu શ્રાવક સામાયિક પ્રતિક્રમણ સૂત્ર નululun! એક્કારસહિં - અગિયાર પ્રકારની શ્રાવકની ઉવાસગપડિમાહિ x પડિમા સંબંધી લાગેલા દોષોથી. બારસહિં ભિખુ પડિમાહિ + બાર પ્રકારની સાધુજીની પડિયામાં લાગેલા દોષથી નિવનું - દશવિધ શ્રમણ ધર્મ - ૧ ક્ષમા, ૨ નિર્લોભતા, ૩ આર્જવ - સરળતા, ૪ માર્દવ – નિરાભિમાનપણું, ૫ લધુતા, ૬ સત્ય, ૭ સંયમ, ૮ તપ, ૯ ત્યાગ અને ૧૧ બ્રહ્મચર્ય. x શ્રાવકની ૧૧ પડિયા - ૧ દર્શન પડિમા - એક માસ પર્યત નિર્મળ સમકિત પાળે, શંકા, કંખા આદિ અતિચાર સેવે નહિ; ૨. વ્રત પડિયા - બે માસ પર્યત સમ્યકત્વપૂર્વક વ્રત પ્રત્યાખ્યાન નિરતિચાર પાળે; ૩. સામાયિક પડિમા ત્રણ માસ પર્યત સમકિત અને વ્રતો સહિત પ્રાતઃ અને સંધ્યા એમ પ્રતિદિન બે સામાયિક નિરતિચાર કરે; ૪. પૌષધપડિમા - ચાર માસ પર્યંત પૂર્વોક્ત ત્રણે બોલના આરાધન સહિત, અઢાર દોષ રહિત દર માસે છ પોષા કરે; ૫ નિયમ પડિયા - પાંચ માસ સુધી ઉપરના ચારે બોલ પાળવા ઉપરાંત પાંચ પ્રકારના નિયમ પાળે - ૧. સ્નાન કરે નહિ, ૨. રાત્રિ ભોજન કરે નહિ, ૩. ધોતિયાની કાછડી વાળે નહિ, ૪. દિવસે બ્રહ્મચર્ય પાળે, ૫. રાત્રે બ્રહ્મચર્યનું પરિમાણ કરવું, ૬. બ્રહ્મચર્ય પડિમા-છ મહિના સુધી ઉપરના બોલ પાળવા, ઉપરાંત દિવસે અને રાત્રે નિરતિચાર બ્રહ્મચર્ય પાળે; ૭. સચિત્તપરિત્યાગ પડિમા-સાત મહિના સુધી ઉપરના બોલ પાળવા, ઉપરાંત સચિત્ત આહારનો ત્યાગ કરે; ૮. અણારંભ પડિમા-આઠ મહિના સુધી ઉપરના બોલ પાળવા, ઉપરાંત છકાયનો સ્વયં આરંભ કરે નહિ; ૯. પ્રેગ્યારંભ પડિમા-નવ માસ સુધી ઉપરના બોલ પાળવા, ઉપરાંત અન્ય પાસે આરંભ કરાવે નહિ, ૧૦. ઉદ્રિષ્ટ ભક્ત પડિમા-દશ માસ સુધી ઉપલા બોલ પાળવા, ઉપરાંત કેશલોચ કરે અથવા શીખા રાખે પોતાને ઉદ્દેશી થયેલા આહારાદિ ગ્રહણ કરે નહિ; ૧૧. સમણભૂય પડિમા-અગિયાર માસ સુધી ઉપરના બોલ પાળવા ઉપરાંત મસ્તક, દાઢી, મૂછનો લોચ કરે, સાધુ જેવો વેષ રાખે. રજોહરણની દાંડી પર કપડું ન લપેટે, સ્વજાતિમાંથી નિર્દોષ ગોચરી કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004657
Book TitleShravaka Samayika Pratikramana Sutra
Original Sutra AuthorN/A
AuthorSudharma Prachar Mandal - Ahmedabad
PublisherSuDharm Prachar Mandal Ahmedabad
Publication Year1999
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy