________________
૬૨
જૈન તર્કભાષા क्षिप्रम, शीध्रमेव परिच्छेदात् । इतरस्त्वक्षिप्रम्, चिरविमर्शेनाकलनात् । परस्त्वनिश्रितम्, लिङ्गं विना स्वरूपत एव परिच्छेदात् । अपरस्तु निश्रितम्, लिङ्गनिश्रयाऽऽकलनात् । कश्चित्तु निश्चितम्, विरुद्धधर्मानालिङ्गितत्वेनावगतेः । इतरस्त्वनिश्चितम्, विरुद्धधर्माङ्किततयावगमात् । कथञ्चिद् भेदोऽपि सुघट एव। अत्र प्रयोगस्त्वेवम्-अवग्रहादयः कथञ्चिभेदभाजः क्रमभावित्वात्, असङ्कीर्णस्वभावत्वात्, अपूर्वापूर्ववस्तुपर्यायप्रकाशकत्वादिति भेदसिद्धिः ।
___ 'अनिश्रितमिति यद्यपि निश्रितभेदसज्ञानन्तरमनिश्रितभेदः सप्रतिपक्षैरितिपदेन सूपपादस्तथाप्यत्र व्यत्ययोऽनिश्रितभेदस्याभ्यर्हितत्वकृतो ज्ञेयः । સીધો જ અપાય ઉત્પન્ન થતો જણાય છે. દા.ત. “આ મારા પિતાજી છે કે અન્ય કોઈ ? લાગે છે તો પિતાજી' આવી ઈહા કાંઈ દરેક વખતે થતી જણાતી નથી. સીધો જ અપાય થતો હોય તેમ લાગે છે. આ જ રીતે જે વિષયના દઢ સંસ્કારો પડેલા હોય તેવા વિષયને લીધે અવગ્રહાદિ વિના સીધી જ સ્મૃતિરૂપ ધારણા ઉત્પન્ન થતી દેખાય છે. અને માટે તો “જોતાની સાથે જ ઓળખી ગયો.' વગેરે લોકવ્યવહાર પણ થાય છે. તો શું આવા અનુભવનો અપલાપ કરશો ?"
સમા. : ના, અનુભવનો અપલોપ કરવાની જરૂર નથી. આવા અભ્યસ્ત વિષયમાં પણ અવગ્રહાદિના ક્રમથી જ અપાય કે સ્મૃતિ ઉત્પન્ન થતી હોય છે. અભ્યસ્તદશા, અતિશીવ્રતા વગેરે કારણે તે ક્રમથી ઉત્પત્તિ થતી હોવા છતાં તે રીતે જણાતી નથી અને જાણે કે સીધો જ નિર્ણય થઈ ગયો હોય એમ લાગે છે. જેમ કમળની સો પાંદડીને કોઈ વાંધે તો ત્યાં નજરે તો બધી પાંદડી જાણે કે એક સાથે વીંધાતી જણાય છે પણ “ક્રમશઃ વીંધાય છે એમ જણાતું નથી. તેમ છતાં પણ પ્રત્યેક પાંદડી ક્રમશઃ જ વીંધાઈ હોય છે અને તેવું માન્ય પણ કરીએ જ છીએ. એ જ રીતે અવગ્રહાદિ જ્ઞાન, ક્રમથી જ ઉત્પન્ન થતા હોવા છતાં પણ અભ્યસ્તદશા, અતિશીવ્રતા સૂક્ષ્મકાલીનતા હોવાથી બહુ જ ઝડપથી થઈ જાય છે અને માટે તે થતા હોય તેવું જણાતું નથી. જાણે કે સીધો જ અપાય થયો હોય તેવું જણાય. તેથી ઉક્ત લોકવ્યવહાર ઔપચારિક અથવા શીવ્રતાપરક જાણવો. આવી જ રીતે સ્મૃતિ પણ અવગ્રહાદિના ક્રમથી જ થાય છે.
જે મતિજ્ઞાનના ૨૮ તથા ૩૩૬ પ્રભેદો જ આ રીતે પાંચ ઈન્દ્રિયો + મન, એમ કુલ છ દ્વારા ભેદ પાડીને અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા છ-છ પ્રકારના છે. તેથી ૬ x ૪ = ૨૪ ભેદ થયા. વળી, વ્યંજનાવગ્રહ તો ચક્ષુ, મન સિવાયની ઈન્દ્રિયનો જ હોય છે. તેથી તેના માત્ર ૪ ભેદ થયા. આમ મતિજ્ઞાનના કુલ ૨૪ + ૪ = ૨૮ ભેદ થયા.
અથવા, આ ૨૮ ભેદમાંના પ્રત્યેકના પાછા ૧૨-૧૨ પ્રભેદ માનવાથી મતિજ્ઞાનના ૨૮ X ૧૨ = ૩૩૬ ભેદ પણ વિવક્ષાન્તરથી સંભવે છે. તે બાર ભેદ આ પ્રમાણે જાણવા બહુ, અબહુ, બહુવિધ, અબહુવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, નિશ્ચિત, અનિશ્રિત, ધ્રુવ, અધ્રુવ. “બહુ વગેરે આ ભેદો વિષયની અપેક્ષાએ પડે છે. તે અપેક્ષા આ રીતે જાણવી -
(૧) કોઈ પુરુષ, અનેક શબ્દોના સમૂહને સાંભળીને વિશિષ્ટયોપશમના કારણે તે શબ્દોમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org