SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ अन्यो ध्रुवम्, बह्वादिस्नपेणावगतस्य सर्वदैव तथा बोधात् । अन्यस्त्वध्रुवम, कदाचिद्बह्वादिरूपेण कदाचित्त्वबह्वादिपेणावगमादिति । उक्ता मतिभेदाः । श्रुतभेदा उच्यन्ते - श्रुतम् अक्षर-सज्ज्ञि-सम्यक्-सादि-सपर्यवसितगमिकाऽङ्गप्रविष्टभेदैः सामान्यतस्तावदवग्रहादेरिदं स्वरूपं निरदेशि किञ्चित, મેકઅપડ્યોગ0 1 wધાર્થ સિદ્ધાન્તસિન્થોમિયોપથી: (સાત્રિા.પૃ.રૂરૂ) પણ પૃથક્ પૃથક્ ભિન્ન જાતિવાળા શબ્દોને જાણી લે છે કે “આ શબ્દસમૂહમાં અટલો અવાજ શંખનો છે, આટલો ઢોલનો છે વગેરે..” આને “બહુ જ્ઞાન કહેવાય. (૨) બીજો કોઈ પુરુષ તે જ સ્થાને હાજર છતાં પણ તે શબ્દસમૂહને સાંભળવા છતાં પણ) અલ્પષયોપશમ હોવાથી આ રીતે ભિન્નજાતીય શબ્દોનું પૃથક્કરણ કરીને દરેકને અલગ રીતે પકડી શક્તો નથી. બસ, વાંજિત્રોનો અવાજ છે એટલું જ માત્ર જાણી શકે. આને “અબહુ’ જ્ઞાન કહેવાય. (૩) કોઈ પુરુષ, સંભળાતા શબ્દસમૂહમાંથી વીણા વગેરેના શબ્દોને પૃથફ જાણે. એટલું જ નહીં, પરંતુ ક્ષયોપશમની વિચિત્રતાથી તે જ શબ્દોને તીવ્રતા-મંદતા, સ્નિગ્ધતા-કર્કશતાદિ અનેક ધર્મોથી યુક્તરૂપે જાણે. (એટલે કે શંખનો આ અવાજ તીવ્ર છે, આ અવાજ મંદ છે વગેરે જાણે.) તે “બહુવિધ” પ્રકારનું મતિજ્ઞાન કહેવાય. (૪) કોઈ વ્યક્તિ સંભળાતા શબ્દસમૂહમાંથી વીણા વગેરેના શબ્દને પૃથફ જાણે ખરો પણ તે શબ્દના તીવ્રતા સ્નિગ્ધતા વગેરે અલ્પધર્મો જ જાણી શકે. આને “અબહુવિધ” જ્ઞાન કહેવાય. (૫) કોઈ વ્યક્તિ જલ્દીથી વિષયને જાણી લે છે. તેને “ક્ષિપ્ર' જ્ઞાન કહેવાય. (૬) કોઈ વ્યક્તિ લાંબો વિચાર કરીને વિષયને જાણી શકે છે. તેના જ્ઞાનને “અક્ષિપ્ર” કક્ષાનું મતિજ્ઞાન કહેવાય. (વ્યવહારમાં પણ અનુભવાય છે કે બહાર અવાજ સંભળાતા જ કેટલાક, “કોનો અવાજ હશે? તેનો સાચો નિર્ણય શીધ્ર કરી શકે છે. જ્યારે કેટલાક આવો નિર્ણય કરતા પૂર્વે થોડી ક્ષણો વિચાર કરે છે. ટપાલ પરના અક્ષરો વાંચતા જ કોઈ તરત જ સાચો નિર્ણય કરી શકે છે કે “અમુકના અક્ષર છે'. જ્યારે કેટલાકને આમ કરવામાં વાર લાગે છે. બે-ચાર વાર ધ્યાનથી અક્ષરો જોયા બાદ જ નિર્ણય કરી શકે છે. આવા સ્થળોમાં યથાયોગ્ય ક્ષિપ્ર-અક્ષિપ્ર આદિના ભેદ સમજી લેવા.) (૭) હેતુ કે ચિહ્ન વગેરેથી જણાય તે નિશ્રિત' કહેવાય. જેમ કે ધ્વજદર્શન, ઘંટારવશ્રવણાદિથી જિનાલયનું જ્ઞાન થાય તે. (૮) કેટલાકને કોઈ નિશ્રા (ચિહ્ન)ની સહાય વગર જ્ઞાન થાય છે. તેને “અનિશ્ચિત” મતિજ્ઞાન કહેવાય. યદ્યપિ નિશ્ચિત ભેદને જાણ્યા પછી અનિશ્ચિત ભેદ સુગમતાથી જાણી શકાય છે તેથી અહીં એ ક્રમથી વ્યાખ્યા કરી છે. છતાં પણ પ્રથકારશ્રીએ અનિશ્રિત ભેદને જે પૂર્વક્રમ આપ્યો છે તેની પાછળ કોઈ ચોક્કસ વિવક્ષા કામ કરે છે. આ ૧૨ ભેદો ૬ યુગલોમાં વહેંચાયેલા છે. દરેક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy