SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણપરિચ્છેદ स्मृत्यन्तर्भावादिति चेत्; न; अपायप्रवृत्त्यनन्तरं क्वचिदन्तर्मुहूर्तं यावदपायधाराप्रवृत्तिदर्शनादविच्युतेः, पूर्वापरदर्शनानुसन्धानस्य 'तदेवेदमिति स्मृत्याख्यस्य प्राच्यापायपरिणामस्य, तदाधायकसंस्कारलक्षणाया वासनायाश्च अपायाभ्यधिकत्वात् । ____ नन्वविच्युतिस्मृतिलक्षणी ज्ञानभेदी गृहीतग्राहित्वान्न प्रमाणम्; संस्कारश्च किं स्मृति आनावरणक्षयोपशमो वा, तज्ज्ञानजननशक्तिर्वा, तद्वस्तुविकल्पो वेति त्रयी गति: ? तत्राद्यपक्षद्वयमयुक्तम्; ज्ञानरूपत्वाभावात् तद्भेदानां चेह विचार्यत्वात् । तृतीयपक्षोऽप्ययुक्त एव; सङ्ख्येयमसङ्खयेयं वा कालं वासनाया इष्टत्वात्, एतावन्तं च कालं वस्तुविकल्पायोगादिति न कापि धारणा घटत इति चेत; न; स्पष्टस्पष्टतरस्पष्टतमग्राहित्वाच्च स्मृतेः अगृहीतग्राहित्वात्, સુધી ચાલે છે તેને જ અમે અવિસ્મૃતિ કહીએ છીએ. અપાય કરતા આ અવિસ્મૃતિ જુદી એ રીતે પડી શકે છે કે અપાયમાં ઉત્તરોત્તર વિશેષની જિજ્ઞાસા સંભવે છે (અને તેથી જ તો તે અપાય વ્યવહારથી અર્થાવગ્રહરૂપ બને છે, જ્યારે અવિસ્મૃતિમાં તે જ નિશ્ચય દઢ થયા કરે છે, તેમાં ઉત્તરવર્તિ વિશેષની જિજ્ઞાસા હોતી નથી. આવો ભેદ પ્રસ્તુત ગ્રન્થકારે જ જ્ઞાનબિન્દુ નામના ગ્રન્થમાં બતાવ્યો છે. (૨) આ જ રીતે સ્મૃતિ પણ પૂર્વના અપાય કરતા ભિન્ન છે. કારણ કે પૂર્વે થઈ ગયેલા અપાયકાળે તો સ્મૃતિ હતી જ નહીં અને પછી કાલાંતરે થનાર અપાયજ્ઞાન પણ નિશ્ચાયક માત્ર જ બની શકે છે પણ તેમાં એ જ ઘડો', “આ તે જ ઘડો છે' ઇત્યાદિ રૂપે પૂર્વાપર અનુસન્ધાન હોતું નથી, તે તો સ્મૃતિથી જ થાય છે. તેથી સ્મૃતિ પણ અપાય કરતા અધિક છે. (અહીં “પ્રાધ્યાપા પરિણામસ્ય’ પદ દ્વારા ગ્રન્થકારે સ્પષ્ટતા કરી છે કે અપાય એ સ્મૃતિનું પરિણામી કારણ છે. અર્થાત્, અપાયજ્ઞાન સંસ્કારરૂપે આત્મામાં સંખ્યાતઅસંખ્યાત-કાળ સુધી અકબંધ રહીને સામગ્રીવશાત્ કાલાંતરે સ્મૃતિરૂપે ઉત્પન્ન થાય છે.) (૩) માત્ર અપાયથી સ્મૃતિ ન થઈ શકે. અપાય દ્વારા આત્મામાં તદ્વિષયક સંસ્કાર પડ્યા હોય તો જ સ્મૃતિ થઈ શકે, અને સંસ્કાર (વાસના) અપાયની દઢતાને અવલંબિત છે. અવિશ્રુતિથી સંસ્કાર પડે, માત્ર અપાયથી નહીં. તેથી સંસ્કાર એ અપાય કરતા ભિન્ન છે એ પણ સિદ્ધ થાય છે. પૂર્વપક્ષઃ ધારણાના ઉક્ત ત્રણે ભેદો પ્રમાણ તરીકે સ્વીકારી શકાય તેમ નથી કારણ કે અવિશ્રુતિ અને સ્મૃતિ તો ગૃહીતગ્રાહી હોવાથી પ્રમાણ નથી. જે અગૃહીતગ્રાહિ હોય તે પ્રમાણ કહેવાય. વળી, સંસ્કાર કોને કહેશો ? સ્મૃતિજ્ઞાનાવરણના ક્ષયોપશમને, સ્મૃતિજ્ઞાન ઉત્પન્ન કરવાની શક્તિને કે પછી તે વસ્તુવિષયક વિકલ્પને ? આ ત્રણ વિકલ્પો છે. એમાંથી પહેલા બે વિકલ્પ તો બરાબર નથી. કારણ કે તે બન્ને જ્ઞાનરૂપ નથી અને અહીં તો જ્ઞાનના ભેદની વિચારણા ચાલે છે. ત્રીજો પક્ષ પણ બરાબર નથી કારણ કે સંસ્કાર (વાસના) તો સંખ્યાત-અસંખ્યાતકાળ સુધી ઈષ્ટ છે. જ્યારે કોઈ વસ્તુવિષયક વિકલ્પ એટલો બધો કાળ ટકી શકે નહીં. તેથી ધારણાનો એકેય વિકલ્પ ઘટતો નથી. તેથી તમારા મતે મતિજ્ઞાનના ત્રણ ભેદ જ રહે છે. ઉત્તરપક્ષ તમારી વાતનું મૂળ જ ખોટું છે. કોણે કીધું કે અવિશ્રુતિ અને સ્મૃતિ ગૃહીતગ્રાહી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004656
Book TitleJain Tarkabhasha
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorUdayvallabhvijay
PublisherDivya Darshan Trust
Publication Year2004
Total Pages276
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy